તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:જાફરાબાદ તાલુકા પંચાયત કચેરીમાં સ્ટાફની ઘટથી હાલાકી

અમરેલી22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચોની ખાલી જગ્યા પર સ્ટાફ નિમણૂંક કરવા માંગણી

જાફરાબાદ તાલુકા પંચાયત કચેરીમાં લાંબા સમયથી સ્ટાફની ઘટ છે. જેના કારણે અરજદાનોના કામ સમયસર થતા નથી. અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ ખુદ તાલુકા વિકાસ અધિકારીની જગ્યા પણ ખાલી છે. ત્યારે તાત્કાલીક જાફરાબાદ તાલુકા પંચાયતની કચેરીમાં ખાલી જગ્યા પર સ્ટાફની નિમણૂંક કરવા તાલુકાના સરપંચોએ માંગણી કરી છે. જાફરાબાદ તાલુકા પંચાયત કચેરી રેઢુ પડ બની છે. કારણ કે અહી 10 જેટલા કર્મચારીઓની જગ્યા તો ખાલી જ છે. પણ ઘણા સમયથી તાલુકા વિકાસ અધિકારી જ નથી.

જેના કારણે વાવાઝોડામાં બાકી રહેલા લોકોના કામ ટલ્લે ચડ્યા છે. બીજી તરફ તાલુકા પંચાયતમાં અન્ય કામગીરી પણ થતી નથી. જેના કારણે અરજદારોને વારંવાર ધક્કા ખાવા પડે છે. 10 દિવસ પહેલા અહી તાલુકા વિકાસ અધિકારીની નિમણૂંક કરવા સરપંચોએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી.

પણ હજુ સુધી જાફરાબાદમાં તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ભરવામાં આવી નથી. જેના પગલે જાફરાબાદ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના કામો ખોરંભે ચડ્યા છે. શાસકપક્ષના રાજકીય નેતાઓ પણ ધ્યાન ન દેતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ અંગે સ્થાનિક નેતા ટીકુભાઈ વરૂએ રાજ્ય વિકાસ કમિશ્નરને પત્ર લખી જાફરાબાદ તાલુકા પંચાયતમાં પુરતા સ્ટાફની નિમણૂંક કરવા માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...