તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલાથી ફફડાટ:જાફરાબાદમાં જેટી બનાવતી કંપનીના વાઇસ પ્રેસિડન્ટ પર હુમલો, બુકાનીધારીઓએ માર મારતા હોસ્પિટલમાં દાખલ

અમરેલી21 દિવસ પહેલા
  • સ્વાન એનર્જી સાથે કામ કરતી ધરતી કંપનીના વાઇસ પ્રેસિડન્ટ પર હુમલો

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાકોદર ગામ નજીક સ્વાન એનર્જી કંપની દ્વારા દરિયાઇ જેટી બનાવવાનું કામ કરવામા આવી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં ધરતી નામની કંપની પણ સહયોગ આપી રહી છે. ત્યારે ગત મોડી સાંજે કંપનીના વાઈસ પ્રેસિડન્ટ ધનંજય રેડ્ડી, અસનેય મૂર્તિ સહિત કાર ચાલક પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. બનાવની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ધરતી કંપનીના વાઈસ પ્રેસિડન્ટ વાઈસ પ્રેસિડન્ટ ધનંજય રેડ્ડી, અસનેય મૂર્તિ કારમાં ભાકોદર ગામથી રાજુલા તરફ આવી રહ્યાં હતા. ગઇકાલે મોડી સાંજે હિંડોરણા ચોકડી પાસે ટ્રાફિકના કારણે કાર ઉભી રાખી હતી. જે દરમિયાન બાઈકમાં કેટલાક બુકાનીધારી અજાણ્યા શખ્સ તેમની કાર પાસે આવી પહોંચ્યા હતા. ધોકા વડે કાર પર હુમલો કર્યો હતો અને કારના કાચ તોડી નાંખ્યા હતા. તેમજ કંપનીના વાઈસ પ્રેસિડન્ટ ધનંજય રેડ્ડી પર હુમલો કરતા તેમના માથા ભાગે ઇજા પહોંચાડી હતી. તેમને સારવાર અર્થે રાજુલાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતાં રાજુલા પોલીસ, અમરેલી SPની ટીમ LCB,SOG સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી ગયો હતો. પોલીસની વિવિધ ટીમ દ્વારા હુમલાખોરની ઓળખ કરવા અને શોધખોળ આદરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. હુમલાની જાણ થતાં કેટલાક સ્થાનિક લોકો પણ હોસ્પિટલ પહોંચી ગયા હતા.

હુમલાની ઘટનાથી કોસ્ટલ બેલ્ટમા ફફડાટરાજુલા જાફરાબાદ મોટો ઇન્ડસ્ટ્રિયલ ઝોન છે. અહીં પીપાવાવ પોર્ટ,અલ્ટ્રાટેક સીમેન્ટ કંપની,સ્વાન એનર્જી,સિંટેક્ષ કંપની,રીલાન્સ નેવલ શિપયાડ,ટીટી કંપની,જી.એસ.સેલ,નર્મદા સીમેન્ટ કંપની સહિત અનેક નાના મોટી કંપની ઓ દરિયા કાંઠે ધમધમી રહી છે. મોટા પ્રમાણમા રાજ્ય બહારના અધિકારીઓ અહીં કામ કરી રહ્યાં છે. ભૂતકાળમાં પણ ધંધાકીય હરીફાઈ અને કોન્ટ્રાકટ બાબતે અનેક વખત પરપ્રાંતી કર્મચારી અને ઓફિસરો પર હુમલા થઈ ચૂક્યા છે, ત્યારે મોડી સાંજે હુમલોની ઘટનાથી સમગ્ર ઈન્ડસ્ટ્રી પંથકમા ફફડાટ વ્યાપી ગયો છે.

હુમલા ખોરો દ્વારા પ્લાનિંગ પૂર્વક ગુન્હા ને અંજામ આપ્યો.?હુમલાખોરો દ્વારા આયોજનપૂર્વક હુમલો કરાયાની પોલીસને આશંકા છે. ઘટના સમયે કાર ઉભી રહી ત્યારે કાર પાછળ બાઇક મૂકી અજાણ્યા શખ્સોએ પ્રથમ કારના કાચ તોડ્યા અને ત્યારબાદ કંપનીના અધિકારીને માર મારી નાસી છૂટ્યા હતા. પોલીસ દ્વારા ટેક્નિકલ રીતે ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...