તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતર્કતા:સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાની આગાહીના પગલે જાફરાબાદ ફિશરીઝ વિભાગ સતર્ક બન્યું, માછીમારોને પરત બોલાવ્યા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફિશરીઝ વિભાગે વિવિધ બપોટ એસોસિએશનને એલર્ટ કર્યા

કોરોના મહામારી વચ્ચે હવે ગુજરાત ના દરિયા કિનારે વાવઝોડું 16 મીએ ટકરાય શકે છે. આ પ્રકારની હવામાન વિભાગની આગાહીને લઈ જાફરાબાદ ફિશરીઝ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી એલર્ટ રહેવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત તમામ માછીમારોને બોટ સાથે 16મી તારીખ સુધીમાં પરત આવવા માટે આદેશ આપતા જાફરાબાદનુ તંત્ર વાવાજોડા સામે એલર્ટ થયુ છે. આજે ફિશરીજ વિભાગ દ્વારા વિવિધ બોટ એસોસિએશન વિભાગને જાણ કરી દેવાય છે હાલ કોઈ અસર નથી પરંતુ તકેદારીના ભાગ રૂપે તમામ ને એલર્ટ આપી દેવાયુ છે .

જાફરાબાદ ફિશરીઝ અધિકારી જે.પી.તોરણીયાનો સંપર્ક કરતા કહ્યું હતું કે, આજે ઉપર થી સૂચના આવી છે વાવઝોડા સંદર્ભમાં જાફરાબાદના માછીમારોને 16 તારીખ સુધીમાં કિનારે પરત ફરી જવા માટે સૂચના આપી દેવામા આવી છે.

જાફરાબાદ બોટ એસોસિએશન પ્રમુખ કનેયાલાલ સોલંકી એ કહ્યું હતું કે, આજે સૂચના ફિશરીઝ વિભાગ તરફ થી મળી છે વાવાજોડાને ધ્યાને લઈ બધા ને જાણ કરી દીધી છે અને બોટો પરત લાવવા માટે પણ જાણ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...