સમગ્ર રાજ્યમાં આખલાના આતંકથી લોકો થર થર ધ્રૂજે છે. શહેરની મુખ્ય બજારો રેસિડન્ટ એરિયા બસ સ્ટેન્ડ એરિયા સહિત વિસ્તારમાં મોટાભાગે આખલાઓના કારણે અનેક લોકોએ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જીવ ગુમાવ્યા છે. પરંતુ આખલાના ત્રાસમાંથી હજુ સુધી કોઈ મુક્તિ મળી નથી. અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરના જાફરાબાદ રોડ ઉપર આવેલ કોહિનૂર હોટલ નજીક મોડી રાતે આખલાએ વિસ્તારને બાનમાં લીધો છે. શહેરના લોકો ત્રાહિમામ પોકારી થર થર ધુજે છે. જ્યારે આખલા દિવસ દરમ્યાન ગમે તે વિસ્તારમાં અફડા તફડી મચાવી અહીં વાહનોને નુકસાન કરી રહ્યા છે.
થોડા દિવસ પહેલા વેપારીના છાપરા ઉડાવ્યા હતા
રાજુલા શહેરના મુખ્ય બજારમાં આવેલ પતંગની એક દુકાન નજીક આખલાએ અફડાતફડી મચાવતા છાપરા અને બાઇકને અડફેટે લેતા પતંગ રસિયાઓ જીવ બચાવવા દુકાનમાં ઘુસી ગયા હતા. શહેરના અનેક વિસ્તારમાં આખલાના અડિંગા જોવા મળે છે. જેમાં એસ.ટી.બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી પોલીસ ચોકી વિસ્તાર,પોલીસ સ્ટેશન વિસ્તાર,જાફરાબાદ રોડ,શાક માર્કેટ,માર્કેટીંગ યાર્ડ ચોક,છતડીયા રોડ,મુખ્ય બજાર હવેલી ચોક,ટાવર ચોક વિવિધ મુખ્ય વિસ્તારમાં આખલાનો શહેરના લોકોને પરેશાન કરી ભાગ દોડ મચાવી રહ્યા છે.
અમરેલી ભાજપ નેતાએ પણ ટ્વીટ કર્યું હતું
થોડા દિવસ પહેલા અમરેલી ભાજપ નેતા ડો.ભરત કાનાબારએ ટ્વીટ કર્યું હતું જેમા લખ્યું હતું આતંકવાદીઓ કરતા વધુ આખલાથી મોટો ખતરો છે. જેથી તેમની કાયમી સમસ્યાનું સમાધાન લાવવું જોઈએ આ પ્રકારની માંગ ડો.ભરત કાનાબાર દ્વારા પણ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.