અમરેલીના જાફરાબાદ કચેરીના રેવન્યુ તલાટી મંત્રી નીલેશ ડાભી રૂ.10 હજારની લાંચ લેતા એસીબીની ટીમના હાથે ઝડપાયો હતો. જાફરાબાદ તાલુકામાં રેવન્યુ તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતો નીલેશ ભદુભાઈ ડાભીને એસીબીએ લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
એસીબીએ છટકું ગોઠવી ઝડપી પાડ્યો
રેવન્યુ તલાટી મંત્રીએ ફરિયાદી પાસેથી 10,000 રૂપિયાની લાંચ માંગી હતી. જેમાં રેતીના ટ્રેક્ટર ચલાવવા મુદ્દે હેરાનગતિ નહી કરવા માટે આ લાંચ માંગી હતી. ત્યારબાદ ફરિયાદી અરજદાર દ્વારા એસીબીનો સંપર્ક કરતા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં એસીબીના હાથે હિંડોરણા રોડ ઉપર પાનની દુકાને લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હતો. હાલમા નીલેશ ડાભીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગાવ રાજુલા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતો હતો ત્યારબાદ છેલ્લા કેટલાક મહિનાથી જાફરાબાદ મામલતદાર કચેરીમાં ફરજ બજાવી રહ્યો હતો. આજે એસીબીની ટ્રેપમાં ફસાઈ ગયો હતો. રાજુલા-જાફરાબાદ વહીવટી તંત્રમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.