ચૂંટણી:પેટા ચૂંટણી જીતેલા જે. વી. કાકડીયાને ભાજપે રીપીટ કર્યા

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ તેઓ કોંગ્રેસમાંથી ચુંટાયા બાદ ભાજપમાં ભળ્યાં હતાં
  • ધારી બેઠક પર એક વર્ષ પહેલા

ધારી બગસરા સીટ પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે વર્તમાન ધારાસભ્ય જે.વી.કાકડીયાનુ નામ રીપીટ કર્યુ છે. અમરેલી જિલ્લામા હાલમા ભાજપના તેઓ એકમાત્ર ધારાસભ્ય છે. પાંચ વર્ષ પહેલા જે.વી.કાકડીયા આ સીટ પરથી કોંગ્રેસમાથી ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. જો કે એકાદ વર્ષ પહેલા તેમણે કોંગ્રેસ છોડી ભાજપમા પ્રવેશ કર્યો હતો.

જેથી અહી પેટા ચુંટણી આવી પડી હતી. જો કે પેટા ચુંટણીમા પણ તેઓ ભાજપમાથી ચુંટાઇ આવ્યા હતા. અહી ભાજપના ત્રણ માજી ધારાસભ્યો પણ ટીકીટની રાહમા હતા. મોટાભાગે પટેલ અને દરબારની મોટી વસતિ ધરાવતા આ વિસ્તારમા તેમની સામે કોંગ્રેસ પાસે કોઇ સબળ નેતા નથી. જેને પગલે કોંગ્રેસમાથી કોઇ નવા ચહેરાનો તેમની સામે જંગ થશે. આ સીટમા ધારી અને બગસરા તાલુકા ઉપરાંત ગીરકાંઠાના ખાંભા તાલુકાના અડધા ગામોનો પણ સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...