ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમરેલી શહેરમા ચાલતા ટૂંકા ગાળાના કોર્ષ 'CNC OPERATOR TURNING' અભ્યાસ કરતા 18 તાલીમાર્થીઓએ 04 માસની તાલીમ સંતોષકારક પૂર્ણ કરી હતી. સંસ્થાના આચાર્ય ડો.ટી.એમ.ભટ્ટ, આચાર્ય ડી.એમ.આચાર્ય, ફો.ઇ જે.જી.સાયજા તથા સુ.ઇઓ બી.એસ.વાઘેલા,પી.પી.શેલડિયા, આર.પી.મહેતા, એમ.જી.ચૌહાણના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં તાલીમ પૂર્ણ કરેલ તમામ 18 તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા. જિલ્લામાં એકમાત્ર સંસ્થા આઇ.ટી.આઇ-અમરેલી ખાતે ચાલતા ટૂંકા ગાળાના કોર્ષ સીએનસી ઓપરેટર ટર્નિંગની 04 માસની ટૂંકા ગાળાની તાલીમ પૂર્ણ કર્યા બાદ રોજગારી અને સ્વરોજગારીની ઉજ્જવળ તકો તાલીમાર્થી માટે છે, તેમ સંસ્થાના આચાર્ય ડો.તેજલબેન ભટ્ટે મીડિયાને જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.