તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવઢવ:આજે સાંજે 5 વાગ્યા નક્કી થશે, 20 એપ્રિલે મોરારિબાપુની રામકથા યોજાશે કે નહીં

અમરેલી7 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમરેલીના રાજુલામાં રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામી રહેલા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલ તથા વૃદાવન બાગ રામપરા 2ના લાભાર્થે આગામી 20 એપ્રિલના રોજ મારોરિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે હાલ રાજ્ય સહિત જિલ્લાભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે કથા યોજવી કે નહીં અને યોજવી તો કેવી રીતે તે અંગે 5 વાગ્યે બેઠક બોલાવી છે. રામકૃષ્ણ ટ્રસ્ટ વતી ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે.

5 વાગ્યે રામકથા બાબતે બેઠકમોરારિબાપુની કથા યોજવાની તારીખ 20 જાહેર કરાઈ છે, ત્યારે કોરોના કહેર પણ વધી રહ્યો છે. જેથી હવે કથા કેવી રીતે યોજવી જેથી શ્રોતાઓને કોરોનાનું સંક્રમણ લાગે નહીં. એ માટે શું કરવું જોઇએ તેના માટે ખાસ મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. આજે સાંજે 5 વાગ્યે મોરારિબાપુની રામકથા બાબતે બેઠક મળવાની છે. જેમાં રાજુલા પંથકના આગેવાનો ઉપસ્થિત રહેશે.

ગયા વર્ષની બાપુની કથા અધૂરી છેઅહીં ગયા વર્ષે મોરારિબાપુની કથા યોજાઈ અને એ સમયે જિલ્લાભરમાં કોરોના સંક્રમણ વધી રહ્યું હતું, જેના કારણે મોરારિબાપુએ ચાલુ કથા દરમિયાન નિર્ણય લીધો હતો અને કથાને વિરામ આપ્યો હતો. એ સમયે 3થી 4 દિવસ યોજાઈ હતી. કથાના બાકીના દિવસો બાકી હતા ત્યારે હમણા થોડા દિવસ પહેલા ફરી મોરારિબાપુ દ્વારા કથાની જાહેરાત બાદ અત્યારે કોરોનાના કેસ પુનઃ વધી રહ્યાં છે તેવામાં કથા બાબતે મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો