તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વૈચ્છિક લોકડાઉન:અમરેલીના બાબરા શહેરમાં વધુ 15 દિવસ બપોર બાદ બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાયો

અમરેલી16 દિવસ પહેલા

કોરોના સંક્રમણ અટકાવવા માટે અમરેલી જિલ્લામા ગામડા સહિત તાલુકા શહેરોમા 15 દિવસ થી ચાલતા લોકડાઉન ફરી વધારી રહ્યા છે અને ફેરફારો કરાય રહ્યા છે આજે બાબરા ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારીઓ દ્વારા ફરી 15 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન વધાર્યું છે. બપોરે 2 વાગ્યા બાદ સંપૂર્ણ બાબરા શહેર બંધ રહેશે અને દૂધ મેડિકલ જેવી જીવન જરુરિયાતની ચીજવસ્તુઓની દુકાનો શરૂ રહેશે. જ્યારે રવિવારના દિવસે આખો દિવસ લોકડાઉન રાખવા નો નિર્ણય લેવાયો છે ત્યારે બાબરા શહેરમા ફરી લોકડાઉન વધુ 15 દિવસ માટે વધારી દેવાયું છે.

કોરોનાની ચેઇન તોડવા લોકો અને વેપારી શહેર અને ગ્રામીણ વિસ્તારમા લોકો જાગૃત થઈ રહ્યા છે સાથે સાથે ધાર્મિક મંદિરો પણ વધુ 10 દિવસ માટે બંધ કરી રહ્યા છે કોરોના મહામારી સમયે હજુ સ્થિતિ કંટ્રોલ ન થઈ હોવાને કારણે વેપારી ઓ દ્વારા વધુ લોકડાઉન આપી રહ્યા છે જે જે વિસ્તારમા 30 તારીખ સુધી લોકડાઉન આપ્યા હતા તે વિસ્તારમા ફરી બેઠકો કરી નિર્ણયો કરી સ્વૈચ્છિક વધુ 10 અને 15 દિવસ સુધી લોકડાઉન વધારી રહ્યા છે.

બાબરા શહેરમાં વધુ 15 દિવસ બપોર બાદ બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાતા બજારો બંધ
બાબરા શહેરમાં વધુ 15 દિવસ બપોર બાદ બજારો બંધ રાખવાનો નિર્ણય લેવાતા બજારો બંધ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો