વાતાવરણમાં પલટો:અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો, હવામાન વિભાગની ભારે પવન ફૂંકાવાની આગાહી

અમરેલી18 દિવસ પહેલા
  • જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા

અમરેલી જિલ્લામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે પણ સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સતત બીજા દિવસે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. હવામાન વિભાગ દ્વારા પણ આજે અમરેલી સહિતના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. આજે ભમોદ્રા, નાળ, છાપરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં આજે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ દ્વારા અમરેલી જિલ્લામાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.

જિલ્લામાં ગઈકાલે સાવરકુંડલા અને લાઠી તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. શેત્રુંજી નદીમાં તો પૂરની સ્થિતિ સર્જાઈ હતી.ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો તળાવમાં ફેરવાયેલા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...