તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલટો:અમરેલી જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદી ઝાપટા વરસ્યા, આજે લાઠી અને ધારીના કેટલાક વિસ્તારમાં વરસાદ

અમરેલી6 દિવસ પહેલા
  • લાઠીના આસોદર અને ધારીના ગોપાલગ્રામમાં વરસાદ

અમરેલી જિલ્લામા આજે સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમા પલટો આવતા છૂટો છવાયો કેટલાક ગામડામા વરસાદ પડી રહ્યો છે. અમરેલીના ઇશ્વરીયા ગામમાં વરસાદ પડ્યો હતો અને લાઠીના આસોદર અને ધારીના ગોપાલગ્રામ આ પ્રકાર એ છુટા છવાયા ગામડા માં વરસાદી ઝાપટા પડ્યા હતા. તો બીજી તરફ જિલ્લાના અન્ય વિસ્તારમાં કાળઝાળ ગરમી વચ્ચે તડકા નો માહોલ જોવા મળ્યો હતો.

દરિયાકાંઠે ભારે ઉકળાટ સાથે તડકોરાજુલા- જાફરાબાદના દરિયા કાંઠે આવેલ વિસ્તારમાં લોકોએ કાળઝાળ ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...