અમરેલી:પાન-બીડીના વેપારીઓની લૂંટ સામે તંત્ર કાર્યવાહી કરે તે જરૂરી

વડીયા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર તરફથી છુટછાટ અપાઇ હોવા છતાં ઘરેથી ડબલ ભાવે લોકોને વસ્તુઓનું વેચાણ

શહેરમાં પાન માવાના હોલસેલર વેપારીઓની ઉઘાડી લૂંટ સામે વહીવટી તંત્ર બેબાકળુ બની ગયું છે. અહીં દુકાનો ખોલવા માટે છૂટછાટ છતાં પણ દુકાનો બંધ રાખી ઘરેથી ડબલ ભાવે માલનું વેચાણ શરૂ રાખ્યું છે. ત્યારે વહિવટી તંત્ર દ્વારા આવા વેપારીઓ સામે કાર્યવાહી કરવી જરૂરી બની છે. વડીયામાં પાન માવાના હોલસેલર વેપારીઓને પ્રથમ લોકડાઉમાં જે ઉઘાડી લૂંટ ચલાવી તે  ફાવટ આવી ગઇ હોય તેમ જોવા મળે છે. અહીં લોકડાઉન 4માં પાન માવાની દુકાન ખોલવા માટે છૂટછાટ આપવામાં આવી હોવા છતાં  પણ હોલસેલ વેપારીઓ દુકાનો બંધ રાખી ડબલ ભાવે સીધો ગોડાઉન તથા ઘરેથી વેચાણ શરૂ રાખ્યું છે. અહીં વહીવટી તંત્રની મીઠી નજર હેઠળ ગરીબ લોકો લૂંટાઈ રહ્યા છે. ત્યારે વડીયા વહીવટી તંત્ર આવા વેપારીઓ સામે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...