તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ગડુ શેરબાગની શાળામાં આઈસોલેશન સેન્ટર શરૂ

ગડુ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કોરોનાનો સામનો કરવા સરપંચ સહિતના આગેવાનો સામે આવ્યા

માળિયાના ગડુમાં કોરોનાથી 25 થી વધુ લોકોએ દમ તોડી દીધો છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દવાની પણ અછત હોવાથી લોકોને પરેશાનીઓ વેઠવી પડે છે. આથી સરપંચ રમેશભાઈ સહિત ગામના આગેવાનો અને યુવાનોએ લોકો ને બધી દવાઓ અને આઈસોલેશન સુવિધાઓ મળી રહે તે માટે વ્યવસ્થા કરી છે. ગડુ ગ્રામપંચાયત ના સદસ્ય અને સમાજ સેવક લખમણભાઈ ડોડીયાએ કોરોના પોઝીટીવ લોકોના મૃતદેહોને સ્મશાનમાં લઈ જવા અને વિધિવત અંતિમવિધીની સેવા કરી રહ્યા છે.

સરપંચ રમેશભાઈ વાજાએ જણાવ્યું કે, કોરોનામાં સેવાના ઉદ્દેશ સાથે ગડુ તેમજ આજુબાજુના ગામ ના લોકો ને સુવિધા મળી રહે તે માટે માળીયા માંગરોળના ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય, તાલુકા પંચાયતના સદસ્ય સહિત તમામ આગેવાનો તેમજ દરેક સમાજના આગેવાનો પંચાયત સ્ટાફ, હાઈસ્કૂલ સ્ટાફ યુવાન મિત્રો અને ગડુ શેરબાગ ગામલોકોના સંયુક્ત ઉપક્રમે ગડુ શેરબાગ મુકામે વીર ભગતસિંહ માધ્યમિક શાળામાં કોવિડ કેર આઈસોલેશન સેન્ટરનો પ્રારંભ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો