તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઈશાનેશ્વર મહાદેવ:ખાંભાના પાટી ગામે સ્વયંભૂ બિરાજતા ઈશાનેશ્વર મહાદેવ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈશાન દિશામાં મુખ હોવાથી કહેવાયા ઈશાનેશ્વર : 2008માં મંદિરનો જીર્ણેાદ્ધાર કરાયો

ખાંભા તાલુકાના પાટી ગામે ઈશાનેશ્વર મહાદેવ 400થી 450વર્ષ પહેલા સ્વંયભૂ બિરાજમાન થયા હતા. ઐતિહાસિક કથા મુજબ મોટેભાગે શિવમંદિર અને પાર્વતીનું મુખ ઉગમણી દિશામાં હોય છે. જ્યારે ગણપતિદાદાનું મુખ ઉતર દિશામાં અને હનુમાનદાદા તેમજ કાળભૌરવનું મુખ દક્ષીણ દીશામાં હોય છે. પણ અહી મહાદેવનું મુખ ઈશાન દિશામાં હોવાથી ઈશાનેશ્વર મહાદેવ કહેવામાં આવે છે.

પાટીમાં મોટા ભાગે ચારણ, વણજારા અને આહિર જ્ઞાતિના લોકો વસવાટ કરતા હતા. હજારો વર્ષ પહેલા ચારણ લોકો મોટા ભાગે પશુપાલનનો વ્યવસાય કરતા હતા. અલૌકીક કથા મુજબ પાટી ગામે વર્ષો પહેલા ગોવાળ ગાયને ચરાવવા માટે સીમમાં જતા હતા. ત્યારે એક ગાય ગામની બાજુમાં આવેલ રાફડા પર દુધનો અભિષેક કરતી હતી. જેની જાણ લોકોને થઈ હતી. અને ગામની સીમમાં આવેલ રાફડામાંથી માટી ખેંચતા શિવર્લિંગ પ્રગટ થયું હતું. ત્યારથી ઈશાનેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી.

2008ના સમયગાળામાં સરપંચ દુલાભાઈ વાઘ અને ઉપ સરપંચ ભીખુભાઈ બોરીસાગરના પ્રયાસથી ઈશાનેશ્વર મહાદેવના મંદિરનો જીર્ણોધ્ધાર કરાયો હતો. અહી શ્રાવણ માસમાં મહાદેવને દૂધનો અભિષેક કરાય છે. અને બિલીપત્ર ચડાવી પુજા કરવામાં આવે છે. જેના દર્શનનો ભક્તો લાભ લે છે.

અન્ય સમાચારો પણ છે...