વેક્સિનેશનનું સર્ટી જરૂરી:પાલિકામાં કામ છે?, તો વેક્સિનેશનનું સર્ટી જોશે

અમરેલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • અમરેલી પાલિકામાં રજુઆત કરતી વખતે વેક્સિનેશનનું સર્ટી આપવું પડશે : તેના વગર સફાઇ, રસ્તા કે ગટરના પ્રશ્ને રજુઆત પણ નહી થઇ શકે

અમરેલી જિલ્લામા તમામ વ્યાપારિક અેકમાે, દુકાનાે, લારી ગલ્લા, શાેપીંગ, કાેમ્પલેક્ષ, માર્કેટીંગયાર્ડ, બ્યુટીપાર્લર, સલુન, રેસ્ટાેરન્ટ, ગુજરી બજાર અને અન્ય ગતિવિધી સાથે સંકળાયેલા અેકમાેના માલિકાે, સંચાલકાે અને કર્મચારીઅાે માટે વેકસીનના ડાેઝ ફરજીયાત કરાયા છે. નગરપાલિકા દ્વારા અા અંગે તાજેતરમા અવારનવાર શહેરની બજારાેમા ચેકીંગ પણ કરવામા અાવ્યું હતુ.

અાવા લાેકાેઅે વેકસીનનાે પ્રથમ ડાેઝ લેવા ઉપરાંત નિયત સમય મર્યાદામા બીજાે ડાેઝ લેવાે પણ ફરજીયાત છે. અાવુ જ તમામ કર્મચારીઅાે માટે પણ છે. છતા હજુ અમરેલી જિલ્લામા માત્ર 70 ટકા વેકસીનેશન થયુ છે અને તંત્ર વેકસીનેશન વધારવા પ્રયાસ કરી રહ્યું છે તેની સ્થિતિ વચ્ચે હવે અમરેલી નગરપાલિકામા કામ સબબ અાવતા લાેકાેઅે વેકસીનેશનનુ સર્ટી બતાવવુ ફરજીયાત બનાવાયુ છે.

અાજે નગરપાલિકા સુત્રાેઅે જણાવ્યું હતુ કે લાેકાે નગરપાલિકામા જુદાજુદા કામ સબબ અાવતા હાેય છે, અલગ અલગ દાખલાઅાે મેળવવા, લાયસન્સ મેળવવા કે પ્રમાણપત્રાે મેળવવા ઉપરાંત નળ, ગટર, સફાઇ વિગેરેના પ્રશ્નાે કે લગ્ન મરણ જન્મનાેંધ વિગેરે કામ સબબ લાેકાે અાવે છે.

ત્યારે હવે અાવા કામ સબબ અાવતા લાેકાેઅે પાલિકામા પ્રવેશતા પહેલા વેકસીનેશન સર્ટી બતાવવુ જરૂરી છે. પાલિકાના ચીફ અાેફિસર તરફથી જણાવાયુ હતુ કે જુદાજુદા કામ સબબ અાવતા લાેકાેઅે વેકસીનના ડાેઝ લીધાના પ્રમાણપત્રની ઝેરાેક્ષ નકલ જે તે અરજી સાથે જાેડવી પડશે. બીજા અર્થમા કહી શકાય કે જાે કાેઇઅે વેકસીન નહી લીધી હાેય તાે તેમના અાવા કામાે હવે પાલિકામા અટકી પડશે.

કયા કયા કામ માટે વેક્સિનનું સર્ટી જરૂરી

 • જન્મ મરણ નાેંધ અને રહેઠાણનુ પ્રમાણપત્ર મેળવવા
 • નળ જાેડાણ કે તેની ફરિયાદ માટે
 • અાવકનુ પ્રમાણપત્ર કે અાધારકાર્ડ અને તેમા સુધારા માટે
 • મિલકત નામફેર, અાકારણીપત્રકની નકલી મેળવવા
 • રસ્તા ગટરની સફાઇ, કચરા કે દવાના છંટકાવની ફરિયાદ માટે
 • વેરા લાયસન્સ લેવા કે સુધારા માટે
 • જન્મ મરણની નકલ મેળવવા માટે
 • લગ્ન નાેંધણી અને સુધારા માટે
 • ફાયર અેનઅાેસી મેળવવા કે રીન્યુ માટે
 • ટાઉન હાેલ ભાડે મેળવવા માટે
 • ટાઉન પ્લાનીંગની મંજુરી કે રજાચિઠ્ઠી માટે
 • ફુડ લાયસન્સ લેવા કે રીન્યુ કરાવવા
 • મુખ્યમંત્રી અાવાસ યાેજનાનાે લાભ મેળવવા
 • વિધવા સહાયનુ પ્રમાણપત્ર, પુન: લગ્નનાે દાખલાે વિગેરે માટે
 • પાલિકાની દુકાનાે, શાેપીંગ સેન્ટર ભાડે રાખવા, નામ ફેરવવા માટે
 • પાલિકા કર્મીઅાેઅે સીઅેલ કે હક રજા મેળવવા કે મેડિકલ રજા મેળવવા

જિલ્લામાં માત્ર 70.18 ટકા વેક્સિનેશન
જિલ્લામા વેકસીનેશનની ધીમી કામગીરીના કારણે અત્યાર સુધીમા માત્ર 70.18 ટકા લાેકાેને જ વેકસીનનાે પ્રથમ ડાેઝ અાપવામા અાવ્યાે છે. તેમા પણ અમરેલી તાલુકામા તાે વેકસીનેશન ખુબ જ ધીમુ છે. અહી માત્ર 66.28 ટકાને વેકસીનનાે પ્રથમ ડાેઝ અપાયાે છે. જિલ્લામા લીલીયાને બાદ કરતા સાૈથી અાેછુ વેકસીનેશન અમરેલીમા છે.

ચુંટાયેલા સભ્યાે માટે અા નિયમ કેમ નહી ?
પાલિકાના કર્મચારીઅાે અને કામ સબબ અાવતા લાેકાે માટે ફરજીયાત વેકસીનનાે નિયમ તાે બનાવાયાે છે. જાે કે પાલિકામા ચુંટાયેલા સભ્યાે માટે અા નિયમ નથી બનાવાયાે. ચુંટાયેલા સભ્ય કાેઇપણ કામની રજુઅાત કરતી વખતે કે મિટીંગાેમા ભાગ લેતી વખતે વેકસીનેશન સર્ટી રજુ કરે તેવી જાેગવાઇ પણ જરૂરી છે. તાે જ પ્રજા સુધી ખરા અર્થમા સંદેશ પહાેંચશે.

અન્ય સમાચારો પણ છે...