તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:એસટીના ડ્રાઇવર પીધેલા છે કે નહીં ? અમરેલીમાં પોલીસનું સઘન ચેકીંગ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આડેધડ બસ ચલાવતા ડ્રાઇવરને ટપારનાર વેપારી પર ફાયરીંગની ઘટના બાદ એસટીમાં દારૂડિયાને ભરી પીવા પોલીસની કાર્યવાહી

અમરેલીમાં રામજી મંદિર રોડ પર એસટીના ડ્રાઇવર અને તેમના બે સાથીએ એક વેપારી પર ફાયરીંગ કરી મારામારી કરી હતી. જેના પગલે પોલીસ હરકતમાં આવી હતી. અને આજે અમરેલી એસટી ડેપો ખાતે દારૂડિયાને પકડી પાડવા માટે ડ્રાઇવ યોજી હતી. અમરેલી એસટી ડેપોમાં આવતી તમામ બસોના ડ્રાઇવરનું બ્રેથ એનેલાઇજર મશીનથી ચેકીંગ હાથ ધર્યું હતું.

એસટીમાં રૂટ પર જતા ડ્રાઇવરનું બ્રેથ એનેલાઇજર મશીન ચેકીંગ કરવાનો નિયમ નેવે મૂકી દેવામાં આવ્યો છે. એસટીના તમામ બસ સ્ટેન્ડમાં બ્રેથ એનેલાઇજર મશીન ધૂળ ખાઈ રહ્યા છે. અમરેલીના રામજી મંદિર રોડ પર એક વેપારીએ અમરેલી - સોમનાથ રૂટના એસટી ડ્રાઇવરને બસ યોગ્ય રીતે ચલાવવા કહ્યું હતું.

તેનો ખાર રાખી ગઈકાલે રામજી મંદિર રોડ પર રઘુ ભનુ ધાધલ, રાજેન્દ્ર જયમલ ગોહિલ અને દેવાંગ ઉર્ફે દવલો યશવંત નામના શખ્સોએ બિપિનભાઇ મનસુખભાઇ જેઠવા પર ફાયરીંગ કરી માર માર્યો હતો. જેના કારણે આજે અમરેલી પોલીસ એક્શનમાં આવી હતી.

અને જિલ્લા પોલીસવડા નિર્લીપ્ત રાયની સૂચનાથી ડીવાયએસપી ભંડારીની આગેવાની હેઠળ અમરેલી સીટી પી.આઈ. જે. જે. ચૌધરી સહિતની ટીમ અમરેલી એસટી ડેપો ખાતે પહોંચી હતી. બસ સ્ટેન્ડમાં આવતી તમામ એસટી બસના ડ્રાઇવરનું બ્રેથ એનેલાઈજર મશીનથી ચેકીંગ હાથ ધર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...