ઓચિંતી મુલાકાત:સુવિધા મળે છે કે નહીં ? DDOની ફ્લાઈંગ સ્કવોર્ડ ગમે ત્યારે ત્રાટકશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્યલક્ષી પ્રોગ્રામોમાં ક્ષતિ જણાશે તો અધિકારી અને કર્મચારી સામે કાર્યવાહી કરાશે

અમરેલી જિલ્લામાં આરોગ્ય તંત્રને સુદ્રઢ બનાવવા અને સામાન્ય માનવીને આરોગ્યની સુવિધા સમયસર મળી રહે તેવા હેતુથી જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવે જિલ્લામાં ફલાઈંગ સ્કવોર્ડની રચના કરી હતી. આ ટીમ લોકોને સુવિધા મળે શેકે નહી તે અંગે તપાસ કરશે. જો આરોગ્યલક્ષી પ્રોગ્રામોમાં ક્ષતિ જણાશે તો અધિકારી અને કર્મચારી સામે કાર્યવાહી કરાશે.જિલ્લામાં કોઈ પણ તાલુકા કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સબ સેન્ટર કક્ષાએ વિશેષ તપાસ કે ઓચિંતી મુલાકાત લેશે. આરોગ્યલક્ષી યોજનાનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે છે કે કેમ તેની તપાસ સ્થળ પર કરવામાં આવશે. જિલ્લાની ફલાઈંગ સ્કોવર્ડએ લીલીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટરોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન આરોગ્ય કાર્યક્રમોનો રિવ્યુ કરવામાં આવ્યો હતો.

આરોગ્યલક્ષી કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓની હાજરીની ચકાસણી પણ ટીમ કરશે. જિલ્લામાં કોઈ પણ સ્થળે આ સ્કોવર્ડ તપાસ કરશે. આરોગ્યલક્ષી પ્રોગ્રામમાં ક્ષતિ જણાશે તો અધિકારીઓ અને કર્મચારીઓ પર કાર્યવાહી કરાશે. જે જગ્યાએ આરોગ્ય સુવિધા નિયમિત પણ મળથી ન હોય કે આરોગ્યનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તેના નિવારણ માટે આગામી દિવસોમાં જિલ્લાકક્ષાએ ટોલ ફ્રી સુવિધા ઉબઈ કરાશે.

અન્ય સમાચારો પણ છે...