બેઠક યોજાઈ:અમરેલીમાં સિંચાઈ રસ્તા જમીન ફાળવણી, શિક્ષણના પશ્નનો નિકાલ કરવા કલેક્ટરની અધિકારીઓને તાકીદ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રશ્નોનું ફોલોઅપ નિયમીત પણે લેવા પણ સુચન : જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સિંચાઈ, રસ્તા, જમીન ફાળવણી અને શિક્ષણ જેવા પ્રશ્નોનો તાત્કાલીક નિકાલ કરવા અધિકારીઓને તાકીદ કરાઈ હતી. તેમજ નિયમીત પણે પ્રશ્નોનું ફોલોઅપ લેવા માટે પણ સૂચન કર્યું હતું. કલેકટર કચેરી ખાતે મળેલી સંકલન અને ફરિયાદ સમિતિના બેઠકમાં લોકપ્રતિનિધિઓએ સિંચાઈ, પાણી, જમીન ફાળવણી, વીજળી, રસ્તા, શિક્ષણ જેવા વિવિધ પ્રશ્નો રજુ કર્યા હતા.

આ પ્રશ્નોને ગંભીરતાથી લઈ તાત્કાલીક અને કાયમી ધોરણે નિરાકરણ લાવવા જિલ્લા કલેકટરે અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી. ઉપરાંત એક થી વધુ વિભાગો સાથે સંકળાયેલ પ્રશ્નો બાબતે પરસ્પર સંકલન અને વ્યવહારૂ અભિગામ અપનાવી લોકોના પ્રશ્નો ઉકેલવા સૂચન પણ કર્યા હતા.બેઠકમાં સાંસદ નારણભાઈ કાછડીયા, ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મર, પ્રતાપભાઈ દુધાત, જિલ્લા પોલીસવડા હિમકરસિંહ, નાયબ વન સંરક્ષક પ્રિયંકા ગેહલોત, અધિક કલેકટર આર.વી. વાળા, ડીઆરડીએ નિયામક વિશાલ સક્સેના વિગેરે જુદા જુદા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...