લોકોમાં રોષ:વડિયાથી બાટવાદેવળી માર્ગના કામમાં ગેરરીતિ

વડીયા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ માઇનોરિટી સેલના પ્રમુખની માર્ગ મંત્રીને રજુઅાત

વડીયાથી ગાેંડલ તરફ જતા માર્ગને નવાે બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે વડીયાથી બાટવાદેવળી માર્ગના કામમા ગેરરીતિ બાબતે કાેંગ્રેસ માઇનાેરીટી સેલના પ્રમુખ દ્વારા માર્ગ મંત્રીને લેખિતમા રજુઅાત કરવામા અાવી હતી. વડીયા કાેંગ્રેસ માઇનાેરીટી સેલના પ્રમુખ જુનેદભાઇ ડાેડીયા દ્વારા માર્ગ મંત્રીને કરાયેલી રજુઅાતમા જણાવાયું હતુ કે ચાેમાસા બાદ વરસાદના કારણે અનેક રસ્તાઅાેનુ ધાેવાણ થયુ હતુ અને ગાબડા પડી ગયા હતા. જેને તંત્ર દ્વારા તાકિદે રીપેર કરવાની કામગીરી કરવામા અાવી રહી છે. જાે કે હાલ વડીયાથી ગાેંડલ તરફ પણ નવા માર્ગની કામગીરી ચાલી રહી છે.

અહી વડીયાથી બાટવાદેવળીના માર્ગમા નબળી કામગીરી કરવામા અાવી રહી હાેય અા રજુઅાત કરાઇ હતી. અા ઉપરાંત સ્થાનિક અધિકારીઅાે સાથે પણ વાત કરાઇ હતી જેમા અધિકારીઅાેઅે કામગીરી યાેગ્ય થઇ રહ્યાંનુ જણાવ્યું હતુ. જાે કે અા કામગીરીની ગુણવતાને લઇને તપાસ કરવામા અાવે તાે ચાેક્કસ ગેરરીતિ સામે અાવી શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીયબ બની રહેશે કે, માર્ગમાં કામમાં ગેરેરિતી જણાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...