તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સાવરકુંડલાથી જૂનાગઢ રૂટની બસ અનિયમિત ઉપડતા મુસાફરો પરેશાન

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાવરકુંડલા બસ સ્ટેન્ડમાં ઈન્કવાયરી ફોન પણ બંધ હાલતમાં

સાવરકુંડલાથી જૂનાગઢ રૂટની લોકલ એસટી બસ દરરોજ સમય કરતા મોડી ઉપાડવામાં આવે છે. અપડાઉન કરતા લોકો સમયમર્યાદામાં પોતાના સ્થળ પર પહોંચી શકતા નથી. અને અનેક હાલાકી વેઠવી પડે છે. તેમજ સાવરકુંડલા એસટી બસ સ્ટેન્ડમાં લાંબા સમયથી ઈન્કવાયરી ફોન બંધ છે.સાવરકુંડલા એસટી ડેપોમાંથી જૂનાગઢ જવા માટે સવારે 7: 30ને લોકલ બસ ઉપડે છે. આ બસમાં મુસાફરી કરતા વી.સી. ભટ્ટે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી સાવરકુંડલા - જૂનાગઢ રૂટની બસ દરરોજ 8 કલાકે ઉપડે છે. અને ડ્રાઈવર દ્વારા જાણી જોઈને લોકલ બસને ઓછી સ્પીડમાં ચલાવવામાં આવે છે.

જેના કારણે દરરોજ આ બસમાં અપડાઉન કરતા મુસાફરોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. હમેશને માટે સાવરકુંડલા એસટી બસ સ્ટેન્ડમાં ઈન્કવાયરી નંબર બંધ હોય છે.જેના કારણે મુસાફરો બસની જાણકારી પણ મેળવી શકતા નથી. આ અંગે સાવરકુંડલા એસટી બસ સ્ટેન્ડના અધિકારીઓને વારંવાર રજૂઆત કરાય છે. છતાં પણ મુસાફરોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવતો નથી. ત્યારે સાવરકુંડલા એસટીના અધિકારી તાત્કાલીક મુસાફરોને પડતી અગવડતા દુર કરે તેવી મુસાફરોમાં માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...