પોલીસ કાર્યવાહી:લીલીયા તાલુકાના પૂંજાપાદરમાં IPLની મેચ પર સટ્ટો રમાડવાનું નેટવર્ક ઝડપાયું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 મોબાઇલ તથા રોકડ મળી 39850ની મત્તા કબજે, અમદાવાદના શખ્સનું નામ પણ ખૂલ્યું

હાલમાં આઈપીએલની મેચો ચાલી રહી છે ત્યારે અમરેલી પંથકમાં ઓનલાઈન એપ્લિકેશન મારફત ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક પણ ચાલી રહ્યું છે. ત્યારે અમરેલી એસઓજીની ટીમે બાતમીના આધારે પુંજાપાદર ગામે ચાલતા આવા નેટવર્કનો પર્દાફાશ કરી એક શખ્સની ધરપકડ કરી તેની પાસેથી 39 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હતો. ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ગઈકાલે બપોરે લીલીયા તાલુકાના પુંજાપાદર ગામેથી ઝડપાયું હતું.

અહી બપોરના સમયે પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આઇપીએલનો મેચ ચાલી રહ્યો હતો ત્યારે પુંજાપાદરમાં વાણંદ શેરીમાં ખોડીયાર માતાજીના મઢ પાસે રહેતો સતીશ દેવરાજભાઈ સરવૈયા નામનો શખ્સ પોતાના ઘરમાંથી ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ચલાવી રહ્યો હોવાની બાતમી મળી હતી. અહી આ શખ્સ મોબાઈલ એપ્લીકેશન મારફત આ નેટવર્ક ચલાવતો હતો. અને જુદા જુદા મોબાઈલ પર લોકોનો સંપર્ક કરી ખેલાડીઓ અને મેચ પર સટ્ટો લેતો હતો. એસ.ઓ.જી.ના પી.એસ.આઇ શર્મા તથા તેની ટીમે બાતમીના આધારે તેના ઘરમાં દરોડો પાડ્યો હતો.

સતીશ સવસવિયા મજૂરી કામ કરે છે અને પોતાના ઘરમાંથી જ નેટવર્ક ચલાવતો હોય પોલીસને દરોડા દરમિયાન ઘરમાંથી રૂ. 7800ની રોકડ રકમ મળી હતી.આ ઉપરાંત તેની પાસેથી જુદા-જુદા પાંચ મોબાઇલ પણ મળી આવ્યા હતા. અહીંથી પોલીસે કુલ 850નો મુદ્દામાલ કબજે લીધો હતો. અને તેની ધરપકડ કરી લીલીયા પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો.

આ શખ્સ કોની કોની મદદથી આ નેટવર્ક ચલાવતો હતો, અને કયા કયા લોકો તેની પાસે ઓનલાઇન બુકિંગ કરાવી જુગાર રમતા હતા, તે અંગે પોલીસે મોબાઇલનો ડેટા એકત્ર કરી તપાસ હાથ ધરી છે.અમદાવાદના પિયુષ નામના શખ્સનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...