સમસ્યા:ગરણી ગામે BSNL અંતર્ગત અપાયેલ ઇન્ટરનેટ સેવા બંધ

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોન્ટ્રાકટરની બેદરકારીને કારણે યોજનાનો લાભ લોકો સુધી પહોંચતો નથી
  • અનેક વખત રજુઆત છતાં તંત્ર કનેકશન શરૂ કરવાની તસદી લેતું નથી

સરકાર દ્વારા બીબીઅેનઅેલ પ્રાેજેકટ અંતર્ગત બાબરાના ગરણીમા ગ્રામ પંચાયત સહિત જુદાજુદા સ્થળે ઇન્ટરનેટ કનેકશન અાપવામા અાવ્યા છે. પરંતુ પાછલા છ માસથી અા સેવા સદંતર બંધ છે. અનેક વખત તંત્ર સમક્ષ રજુઅાત કરવામા અાવી હાેવા છતા અા સેવા શરૂ કરવામા નથી અાવતી. જેથી અા ઇન્ટરનેટ સેવા તાકિદે શરૂ કરવામા અાવે તેવી માંગ ઉઠી છે.

બીબીઅેનઅેલ પ્રાેજેકટ હેઠળ ગ્રામ પંચાયત, રેશનીંગ દુકાનાે, પીઅેચસી, પાેસ્ટ અાેફિસ, પ્રાથમિક શાળા સહિત સ્થળાેઅે ઇન્ટરનેટ કનેકશન અાપવામા અાવ્યા છે. અા યાેજના ખુબ સારી છે. પરંતુ અવારનવાર ફાેલ્ટ સર્જાતાે હાેય અને કાેઇ સમારકામ કરવામા અાવતુ ન હાેય અા સેવા બંધ પડી છે. ગરણી ગામે પણ અા સ્થિતિ જાેવા મળી રહી છે. અહી માેબાઇલ નેટવર્ક પણ મળતુ નથી. ગરણીમા અા સેવા અેકાદ બે માસ બરાબર ચાલી પરંતુ બાદમા બંધ પડી ગઇ હતી. અનેક વખત રજુઅાતાે છતા કનેકશન શરૂ કરવામાં આવતા નથી.

અન્ય સમાચારો પણ છે...