દામનગર નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશને સઘન બનાવવામા આવી છે. અગાઉ અનેક મિલકતો સીલ કરી દેવામા આવી હતી. જયારે આજે વધુ ત્રણ મિલકતોને સીલ કરી નળ કનેકશન કાપવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.
નગરપાલિકાના ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલા સહિત ટીમ દ્વારા વેરા વસુલાતમાં લાંબા સમયથી બાકીદારી સામે મિલ્કત સિલ બાદ નળ કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામા આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી વેરો ન ભરતા મિલ્કત ધારકોની મિલ્કત સિલ કર્યા બાદ આજે વધુ ત્રણ મિલકતો સિલ કરાઇ હતી.
ઘર વપરાશનો પાણી પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. એક સપ્તાહ કરતા વધુ સમયથી પાલિકા તંત્ર દ્વારા વેરા વસુલાત સઘન બનાવવામા આવી છે. જેને પગલે બાકીદારોમા ફફડાટ ફેલાયો છે. તવસીર-વિનોદ જયપાલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.