તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Intensive Checking On Highways For 72 Hours From Today, Desi Liquor Seized From 59 Places And English Liquor From 3 Places In The District: Special Watch On Tourists Coming From Diu

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સઘન ચેકીંગ:આજથી 72 કલાક માટે હાઇવે પર સઘન ચેકીંગ, જિલ્લામાં 59 સ્થળેથી દેશીદારૂ અને 3 સ્થળેથી ઇંગ્લીશ દારૂ ઝડપાયો : દિવથી આવતા પ્રવાસીઓ પર ખાસ વાેચ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમરેલી એલસીબીએ બાતમીના આધારે અાજે બાબરા તાલુકાના વાવડી ગામેથી રામજી મંદિરની બાજુમા રહેતા મહેન્દ્ર હરસુરભાઇ દેથળીયા (ઉ.વ.29) નામના શખ્સને ઇંગ્લીશ દારૂની 28 બાેટલ તથા એક માેબાઇલ મળી રૂપિયા 20120ના મુદામાલ સાથે ઝડપી લીધાે હતો. - Divya Bhaskar
અમરેલી એલસીબીએ બાતમીના આધારે અાજે બાબરા તાલુકાના વાવડી ગામેથી રામજી મંદિરની બાજુમા રહેતા મહેન્દ્ર હરસુરભાઇ દેથળીયા (ઉ.વ.29) નામના શખ્સને ઇંગ્લીશ દારૂની 28 બાેટલ તથા એક માેબાઇલ મળી રૂપિયા 20120ના મુદામાલ સાથે ઝડપી લીધાે હતો.

વર્ષ 2020 વિદાય લઇ રહ્યું છે. ત્યારે નવા વર્ષના વધામણાના બહાને દારૂની બદી ફુલેફાલે નહી તે માટે જિલ્લામા અામ તાે પાેલીસે અગાઉથી જ વધારાની ચેકપાેસ્ટ ઉભી કરી સ્પેશ્યલ ડ્રાઇવ હાથ ધરી છે. અને અાવતીકાલથી 72 કલાક સુધી જિલ્લાના તમામ મુખ્ય રસ્તાઅાે પર સઘન ચેકીંગ હાથ ધરવામા અાવશે. ખાસ કરીને ઉના દિવ તરફથી નશાે કરેલી હાલતમા અાવનારા લાેકાે પર પાેલીસ ઘાેંસ બાેલાવશે. જિલ્લામા અાજે પાેલીસે દારૂ અંગે ઠેરઠેર દરાેડા પાડયા હતા.

અમરેલી પંથકમા દર વર્ષે નવા વર્ષની ઉજવણીના બહાને દારૂનુ દુષણ માજા મુકે છે. પ્યાસીઅાેને જાણે પીવાનુ બહાનુ જાેતુ હાેય તેમ 31 ડિસેમ્બર અને પહેલી જાન્યુઅારીના રાેજ નશાખાેરીની ઘટનાઅાે વધે છે. દારૂના ધંધાર્થીઅાે અગાઉથી સ્ટાેક કરી રાખી તેનાે ગેરલાભ ઉઠાવે છે. પરંતુ અા બદીને ડામવા પાેલીસવડા નિર્લિપ્ત રાયે કમર કસી છે. અને જિલ્લાના તમામ મુખ્ય માર્ગ પર સઘન ચેકીંગ કરવામા અાવ્યું છે. અામ તાે જિલ્લાના તમામ મુખ્ય પ્રવેશદ્રાર પર અગાઉથી જ ચેકપાેસ્ટ કાર્યરત છે. પરંતુ 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમા રાખી વધારાની અાઠ ચેકપાેસ્ટ પણ ઉભી કરવામા અાવી છે.

અાવતીકાલથી 72 કલાક માટે અા તમામ ચેકપાેસ્ટ પર ચેકીંગ સઘન બનાવવામા અાવશે.અાજે પણ જિલ્લામા પાેલીસે નશાખાેરાે અને દારૂના ધંધાર્થીઅાે પર જાણે તડાપીટ બાેલાવી હતી. જિલ્લામા જુદાજુદા 39 લાેકાેને નશાે કરેલી હાલતમા ઝડપી લેવાયા હતા. જયારે અમરેલી, બગસરા, ખાંભા, પીપાવાવ, લીલીયા, બાબરા, રાજુલા, ચલાલા, વડીયા, જાફરાબાદ વિગેરે વિસ્તારમા 59 સ્થળે દેશીદારૂ અંગે દરાેડા પાડવામા અાવ્યા હતા.

બીજી તરફ લાઠી પાેલીસે ટાેડા ગામ નજીકથી કારમા લઇ જવાતી ઇંગ્લીશ દારૂની 22 બાેટલ ઝડપી લીધી હતી. માેટા લીલીયાનાે હાજી ઇસ્માઇલ અબડા નામના શખ્સ દારૂનાે અા જથ્થાે લઇ જતાે હતાે. જયારે વડીયાના લુણીધાર ગામનાે રાહુલ મનસુખભાઇ પડસાલા (ઉ.વ.30) નામનાે શખ્સ બાઇક પર તેનુ પેટ્રાેલીંગ કરતાે હતાે. પાેલીસે અા અંગે કુલ ત્રણ શખ્સાે સામે ગુનાે નાેંધી રૂપિયા 2.39 લાખનાે મુદામાલ કબજે લીધાે છે. અા ઉપરાંત રાજકાેટના મવડી ચાેકમા લાભદીપ સાેસાયટીમા રહેતા મિતેશ રમેશભાઇ વાડાેલીયા નામના શખ્સને ખાંભા પાેલીસે ખડાધાર નજીકથી માેટર સાયકલ પર ઇંગ્લીશ દારૂની અેક બાેટલ લઇ જતા ઝડપી લીધાે હતાે.

11 મહિલાઅાે પણ દારૂ સાથે ઝબ્બે, બાબરાના વાવડીમાંથી ઇંગ્લીશ દારૂની 28 બાેટલ ઝડપાઇ
જિલ્લાના અનેક વિસ્તારમા દેશીદારૂના વેચાણનુ નેટવર્ક મહિલાઅાે ચલાવે છે. લાઠીના ભગવતપરામાથી પાેલીસે ત્રણ મહિલાઅાેને દેશીદારૂના જથ્થા સાથે ઝડપી લીધી હતી. અા ઉપરાંત ચલાલાની પાેસ્ટ અાેફિસ પાસેથી અેક મહિલા, બાબરાના ગળકાેટડીમાથી મહિલા, લીલીયામા ગાયત્રી મંદિર સામેથી અેક મહિલા, રાજુલાના ચાંચમાથી અેક મહિલા, અમરેલીમા ઠેબી નદીના કાંઠેથી તથા ખાંભાના ભગવતપરામાથી અેક મહિલા અને અમરેલીના કુંકાવાવ રાેડ પરથી અેક મહિલાને દેશીદારૂ સાથે ઝડપી પડાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો