તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:અમરેલી એસપી કચેરી ફરતે સઘન બંદોબસ્ત

અમરેલી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
સમગ્ર ચિતલ રેાડ પર બેરીકેટસ લગાવાયા - Divya Bhaskar
સમગ્ર ચિતલ રેાડ પર બેરીકેટસ લગાવાયા
 • કરણી સેનાએ આપી હતી એસપી કચેરીના ઘેરાવની ચિમકી, પણ મહિલા પરની 307ની કલમનો વિવાદ દૂર થયા બાદ ઘેરાવ ન કરાયો

સાવરકુંડલા તાલુકાના લુવારા ગામના ગુજસીટાેકના આરોપીની ધરપકડ વખતે તેની બહેનની પણ હત્યાની કાેશિષના ગુનામા ધરપકડ કરાયા બાદ કરણી સેનાઓ બે સંમેલન યાેજી 14મી તારીખે અમરેલી ઓસપી કચેરીના ઘેરાવની ચિમકી આપી હતી. જેને પગલે આજે પોલીસે સઘન બંદોબસ્ત ગાેઠવ્યાે હતાે. જાે કે પોલીસે હત્યાની કાેશિષની કલમ આ મહિલા ન હોવાની સ્પષ્ટતા થયા બાદ કાેઇ ઘેરાવ કરવા આવ્યો ન હતો. અમરેલીમા આજે પોલીસ દ્વારા સવારથી જ ઓસપી કચેરી જે રોડ પર આવેલી છે તે ચિતલ રોડ પર સઘન બંદોબસ્ત ગાેઠવી દેવામા આવ્યાે હતાે. અહી વધારાના પોલીસ સ્ટાફને બંદોબસ્તમા મુકવામા આવ્યાે હતાે.

ચિતલ રોડ પર ઠેબી ડેમના પાળા પાસે પોલીસે બેરીકેટસ લગાવી દીધા હતા. આ ઉપરાંત નુતન સ્કુલ તથા ફાેરવર્ડ સર્કલ પાસે પણ બેરીકેટસ લગાવી પોલીસ કર્મચારીઓને બંદોબસ્તમા મુકાયા હતા. ઓસપી કચેરી બહાર પણ વધારાનાે બંદોબસ્ત મુકાયાે હતાે. સવારથી સાંજ સુધી આ બંદોબસ્ત રાખવામા આવ્યાે હતાે. થાેડા દિવસ પહેલા સાવરકુંડલા તાલુકાના લુવારા ખાતે ગુજસીટાેકના આરોપીની ધરપકડ કરવા જતા પોલીસ અને આરોપી વચ્ચે સામસામા ફાયરીંગ થયા હતા. આરોપી અશાેક જયતા બાેરીચા પાસેથી પિસ્તાેલ સહિતના ઘાતક હથિયારો પણ ઝડપાયા હતા. આ સમયે પોલીસની ફરજમા રૂકાવટ કરનાર અશાેકના બહેનની પણ ધરપકડ કરવામા આવી હતી.

આ મુદે થાેડા સમય પહેલા લુવારામા કરણી સેના અને સુર્યસેનાનુ સંમેલન મળ્યું હતુ અને બાદમા સુરજદેવળ ખાતે પણ આવુ જ સંમેલન યાેજાયું હતુ. સુરજદેવળમા કરણી સેનાઓ 14મી તારીખે અમરેલી ઓસપી કચેરીનાે ઘેરાવ કરવાની ચિમકી આપી હતી. જાે કે આ દરમિયાન પોલીસે અશાેકના બહેન પર હત્યાની કાેશિષની કલમ લગાડવામા જ આવી ન હાેવાની અને માત્ર ફરજમા રૂકાવટની કલમ લગાડાયાની સ્પષ્ટતા કરાઇ હતી. જેના કારણે મહદઅંશે આ વિવાદ પર પુર્ણવિરામ આવી ગયુ હતુ. આમ છતા પોલીસે આજે સાવચેતી ખાતર ઓસપી કચેરી તથા ચિતલ રોડ પર આખાે દિવસ સઘન બંદોબસ્ત જાળવ્યાે હતાે. જાે કે દિવસ દરમિયાન ઘેરાવનાે કાેઇ જ કાર્યક્રમ યાેજાયાે ન હતાે.

અમારો રૂટીન બંદોબસ્ત હતાે, એસપી
દરમિયાન જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાયે આ અંગે જણાવ્યું હતુ કે હાલમા ચુંટણી પ્રક્રિયા પણ ચાલી રહી છે. જેને પગલે અહી રૂટીન બંદોબસ્ત ગાેઠવવામા આવ્યાે હતાે - નિર્લિપત રાય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો