તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર એલર્ટ:જાફરાબાદની 700 બોટને કાંઠે પરત આવવા સુચના

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારે પણ દરિયાકાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા કહ્યું છે, એનડીઆરએફની ટીમ મોકલવાની તૈયારી
  • વાવાઝોડંુ સૌરાષ્ટ્રના દરિયા કિનારે ત્રાટકવાની સંભાવનાને પગલે તંત્ર એલર્ટ : 16મી સુધીમાં બોટો પરત આવશે

ચોમાસાનો આરંભ થાય તે પહેલાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે. જેને પગલે આજે ફિશરીઝ વિભાગ દ્વારા જાફરાબાદ પંથકની 700 જેટલી માછીમાર બોટને તાત્કાલિક કાંઠે આવી જવા સૂચના અપાઇ છે. આ બોટો 16મી સુધીમાં પરત ફરશે.

કોરોના મહામારી વચ્ચે હવે ગુજરાતના દરિયા કિનારે વાવઝોડુ ટકરાઇ શકે છે. આ પ્રકારની હવામાન વિભાગની આગાહીને લઈ માછીમાર પરિવારો ચિંતીત બન્યા છે જાફરાબાદ શિયાળબેટ તથા આસપાસના વિસ્તારની 700 જેટલી બોટો હાલમાં માછીમારી માટે દરિયામાં ગઈ છે. જાફરાબાદ ફિશરીજ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી એલર્ટ રેહવા આદેશ અપાયો છે. ઉપરાંત તમામ માછીમારોને બોટ સાથે 16મી તારીખ સુધીમાં પરત આવવા માટે આદેશ આપાયો છે. વાવાઝોડાની આગાહીના પગલા જાફરાબાદનુ તંત્ર એલર્ટ થયુ છે.

આજે ફિશરીજ વિભાગ દ્વારા વિવિધ બોટ એસોસિએશનને આ અંગે જાણ કરી દેવાઇ હતી. હાલ આ વિસ્તારમાં દરિયામાં કોઈ અસર નથી. પરંતુ તકેદારીના ભાગ રૂપે તમામને એલર્ટ આપી દેવાયુ છે. તંત્રની સૂચનાને પગલે આગામી 16મી તારીખ સુધીમાં આ વિસ્તારની તમામ 700 બોટ જાફરાબાદમાં કાંઠે લાંગરી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી દરેક સિઝનમાં વાવાઝોડું માછીમારોને પરેશાન કરી રહ્યું છે. સદનસીબે એક વખત તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડા ટકરાયા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર પણ આ મુદ્દે સતર્ક બની છે અને દરિયા કાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા પણ સૂચના આપી છે એટલું જ નહીં દરિયાકાંઠાના વિસ્તારમાં એનડીઆરએફની ટીમ મોકલવા પણ તૈયારી કરી છે આ વાવાઝોડું 19 કે 20મેના રોજ ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાની શકયતા જોવાઈ રહી છે.

માછીમારોને દરિયો ન ખેડવા સુચના : ફિશરીઝ અધિકારી
જાફરાબાદના ફિશરીજ અધિકારી જે.પી.તોરણીયાનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે આજે ઉપરથી સૂચના આવી છે. વાવજોડા સંદર્ભમાં જાફરાબાદના માછીમારોને સૂચના આપી દીધી છે. અને 16 તારીખ સુધીમાં બધા માછીમારોએ બોટ સાથે જાફરાબાદ પહોંચી જવા તાકીદ કરાઈ છે.> જે. પી. તોરણિયા

બોટો પરત લાવવા જાણ કરી છે: પ્રમુખ
જાફરાબાદ બોટ એસોસિએશન પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ કહ્યું હતું કે આજે ફિશરીજ વિભાગ તરફથી સૂચના મળી છે. વાવાંજોડાને લઈ ને બોટો પરત લાવવા માટે પણ જાણ કરી દીધી છે.> કનૈયાલાલ સોલંકી

ત્રણ વર્ષથી પરેશાની
ત્રણ વર્ષથી માછીમારોને સીઝન ટાળે વાવાઝોડાની આફત રહે છે. જોકે, એક વખત પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકારાયા નથી.

અન્ય સમાચારો પણ છે...