નોનવેજની લારી દૂર કરવા માગ:રાજુલામાં વિહિપ સહિતની સંસ્થાઓએ રાજુલા પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાનગરો બાદ નાના શહેરોમાં પણ જાહેરમાં નોનવેજનું વેચાણ બંધ કરવાની માગ કરાઈ

રાજ્યના કેટલાક શહેરોમાં જાહેર રસ્તાઓ અને ધાર્મિક સ્થળો આસપાસથી નોનવેજની લારીઓ દૂર કરવાની માગ ઉઠી હતી. હવે નાના શહેરોમાં પણ નોનવેજની લારીઓ દૂર કરવાની માગ કરાઈ છે. અમરેલીના રાજુલા શહેરમાંથી નોનવેજની લારીઓ દૂર કરવા માટે વિહિપ અને અન્ય સંસ્થાઓ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું.

રાજુલા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બીએપીએસ સ્વામીનારાયણ મંદિર, રાષ્ટ્રીય એકતા મંચ સહિતના સંગઠનો દ્વારા રાજુલા પ્રાંત કચેરીએ રજૂઆત કરી હતી. રાજુલા શહેરમાં જાહેરમાં ઉભી રહેતી નોનવેજની લારીઓ દૂર કરવાની માગ કરવામા આવી છે. રાજુલા શહેરના શહેરીજનો, વેપારીઓ સંસ્થાઓના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો આ આવેદનપત્રમાં ઉપસ્થિત રહ્યા હતા.

રાજુલા શહેરના પ્રમુખ સ્વામી માર્ગ ઉપર એસ્સાર પંપની સામે તથા ઉદ્યોગ મંદિરની સામેથી જુના રેલ્વે સ્ટેશન સુધી બંને બાજુ ઉપર ગેરકાયદેસર રીતે નોનવેજની લારીઓ ધમધમી રહી છે. આ ઉપરાંત જવાહર રોડ ઉપરથી શંખેશ્વરી મંદિર તરફ તેમજ જીવાબાવાના ચોકથી હવેલી ચોક તરફ, કેસરી નંદન હનુમાનજી મંદિરથી બસ સ્ટેશન તરફ જતા રસ્તા પાસે, જાફરાબાદ રોડ ઉપર કોટેશ્વર મહાદેવના મંદિરથી જલારામ મંદિર તથા ત્યાંથી હઠીલા હનુમાનજીના મંદિર તરફ જતા રસ્તા ઉપર પણ ગેરકાયદેસર રીતે નોનવેજની લારીઓ ધમધમી રહી હોવાની રજૂઆત કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...