કામગીરી:ઇવીએમ પર બેલેટ પેપર લગાવવાની કામગીરી પુર્ણ

અમરેલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પક્ષના કાર્યકરો સમક્ષ ઇવીએમની ચકાસણી પણ કરી દેવાઇ

અમરેલી વિધાનસભા સીટ માટે ચુંટણી તંત્ર મતદાનની તૈયારીને આખરી ઓપ આપી રહ્યું છે. અહી ઉપયોગમા લેવાનારા ઇવીએમ પર બેલેટ પેપર ચીપકાવી દેવામા આવ્યા છે. ઉપરાંત તેની ચકાસણી પણ કરી લેવાઇ છે. ઉમેદવારોનુ ચિત્ર સ્પષ્ટ થયા બાદ ઇવીએમમા ઉમેદવારોના ક્રમ મુજબના ડેટા ફીટ કરવાનુ કામ મહદઅંશે પુર્ણ કરી લેવાયુ છે. અમરેલી સીટ પર 5 ઉમેદવાર છે.

અને ઇવીએમમા દરેક બટન સામે ઉમેદવારનુ નામ આવે તે મુજબના બેલેટ પેપર પણ તૈયાર થઇ ગયા હોય આજે દરેક ઇવીએમ પર બેલેટ પેપર ચીપકાવવાનુ કામ કરવામા આવ્યું હતુ. જેથી મતદારો ઉમેદવારનુ નામ વાંચી તેના ક્રમાંકમા આવતુ બટન દબાવી શકે. આ ક્રમમા ઉમેદવારનુ ચુંટણી ચિન્હ પણ દેખાતુ હોય છે.

ચુંટણી તંત્ર દરેક બુથ નંબર વાઇઝ ઇવીએમ, વીવીપેટ વિગેરેનો સેટ બનાવી ક્રમમા ગોઠવી રહ્યું છે. અહીની પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે ડિસ્પેચીંગ સેન્ટર ખાતે આ કાર્યવાહી મહદઅંશે પુર્ણ કરી લેવાઇ છે. આ દરમિયાન અહી વિવિધ રાજકીય પક્ષના કાર્યકરો પણ હાજરી આપી રહ્યાં છે અને તેમની સમક્ષ કોઇપણ ઇવીએમમા મત નાખી તે ઇવીએમ યોગ્ય રીતે કામ કરી રહ્યું છે અને થયેલુ મતદાન યોગ્ય રીતે દર્શાવી રહ્યુ઼ છે તેની ચકાસણી પણ કરવામા આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...