ખાંભામા સબ પોસ્ટ ઓફિસમા તાલુકાના 57 ગામોનો વહિવટ ચાલતો હોય છે. અહી રીકરીંગ, સેવીંગ, એફડીના ખાતાઓ ગ્રાહકો ધરાવે છે. પરંતુ બેંકના બિલ્ડીંગમા સીસીટીવી કેમેરા ન હોય કોઇ ચોરી, લુંટ જેવી અઘટિત ઘટના બને તે પહેલા સીસીટીવી કેમેરા લગાવવા માંગ ઉઠી છે.અહીના આરટીઆઇ એકટીવીસ્ટ એસો.ના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ ચીફ પોસ્ટ માસ્તર જનરલને કરેલી રજુઆતમા જણાવ્યું છે કે અહીની સબ પોસ્ટ ઓફિસમા દરરોજ લાખો રૂપિયાની લેવડ દેવડ ખાતેદારો દ્વારા થતી હોય છે.
હાલના સમયમા બેંકોમાથી નાણા ઉપાડી જતા ખાતેદારોએ ઉપાડેલા નાણાની ચીલઝડપ, લુંટના બનાવો બનતા હોય કોઇપણ જાતની સિકયુરીટી ગાર્ડ વગરની પોસ્ટ ઓફિસમા સીસીટીવી કેમરા પણ નથી.આ ઉપરાંત વિકલાંગો માટે બનાવેલી રેમ્પની સાઇડમા રેલીંગ ન હોવાથી વિકલાંગોને પોસ્ટ ઓફિસમા જવા માટે અગવડતા વેઠવી પડી રહી છે.
અહી કોન્ટ્રાકટર દ્વારા કરાયેલા રીનોવેશનમા કલરકામ પણ અધુરૂ છોડી દેવામા આવ્યુ છે. વાવાઝોડામા પોસ્ટ ઓફિસના ગ્રાઉન્ડ તથા પાછળની બાજુ પોસ્ટ ઓફિસની માલિકીની જગ્યામા પડી ગયેલા વૃક્ષો ઝાડી ઝાખરા થઇ ગયા છે જેથી સાફ સફાઇ પણ જરૂરી છે. ત્યારે સબ પોસ્ટ ઓફિસમા યોગ્ય કામગીરી હાથ ધરવામા આવે તેવી માંગણી કરવામા આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.