તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:ધમકી આપવાના આરોપમાં ધારાસભ્યનો નિર્દોષ છૂટકારો

ગોસા16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફરિયાદ પક્ષ કેસ સાબિત કરવામાં નિષ્ફળ

3 વર્ષ પહેલા પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ધાક-ધમકી આપવાની ફરીયાદના ગુનામાં ધારાસભ્ય કાંધલભાઇ જાડેજા તથા અન્ય ૬ આરોપીઓને કોર્ટે કલીનચીટ આપી છે. ગત તા.7-11-2018 ના રોજ પોરબંદરના લિલેષભાઇ ઉર્ફે લીલાભાઇ ટપુભાઇ ઓડેદરાએ ફરીયાદ નોંધાવી હતી કે તે અને તેના જમાઇ સાંજના 7:10 કલાકે કાવેરી હોટલ સામે બેઠા હતા તે વખતે કાંધલભાઇ જાડેજા તથા તેમની સાથેના અન્ય 6 શખ્સોએ મોટરકારમાં લીલાભાઇને સાથે લઇ જઇને લીલાભાઇને ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

આ અંગે ફરીયાદ થતા કમલાબાગ પોલીસ સ્ટેશને તપાસ આરંભીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતુ જેમાં બન્ને પક્ષોની દલીલો અને પુરાવા ધ્યાને લઇને અદાલતે ધારાસભ્ય તથા અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરતો હુકમ અદાલતમાં વાંચી, સંભળાવીને જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો