તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી ઉજવણી:સાવરકુંડલામાં દિવાળીને રાત્રિએ ઈંગોરીયા યુદ્ધ જામ્યું, સાવર અને કુંડલાના યુવાનોએ એકબીજા પર સળગતા ઈંગોરીયાના છૂટા ઘા કર્યા, 71 વર્ષે પણ પરંપરા જીવંત

અમરેલી5 મહિનો પહેલા
સાવરકુંડલામાં દિવાળીની રાત્રે યુવાનો વચ્ચે જામ્યુ ઈંગોરીયા યુદ્ધ - Divya Bhaskar
સાવરકુંડલામાં દિવાળીની રાત્રે યુવાનો વચ્ચે જામ્યુ ઈંગોરીયા યુદ્ધ
  • દર વર્ષે હજારો ઈંગોરીયા તૈયાર કરી થેલા ભરી લડાયકો આગનું યુદ્ધ રમે છે

સાવરકુંડલામા 7 દાયકાથી દિવાળીની રાત્રીએ અનોખી ઈંગોરીયાની લડાઇ જામે છે. ઇંગોરીયાનું યુદ્ધ જોવા દૂર દૂરથી લોકો શહેરમા આવે છે. અહીંના યુવાનો દિપાવલી પર્વને એક માસની વાર હોય તે પહેલા જ સીમ વિસ્તારમાથી ઈંગોરીયા તોડી લાવે છે. જો કે હાલ ઈંગોરીયાના વૃક્ષો ઓછા હોય ઈંગોરીયાનુ સ્થાન કોકડાએ લીધું છે. ગઈકાલે પણ સાવર અને કુંડલા બે ગામના યુવાનો વચ્ચે ઈંગોરીયા યુદ્ધ જામ્યું હતું. જેમાં યુવાનો સામસામે સળગતા ઈંગોરીયા એકબીજાના ઉપર ફેંક્યા હતા. મોટી માથાકૂટ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ અનોખી લડાઈને જોવા દૂર દૂરથી લોકો સાવરકુંડલા આવ્યા હતા.

ઈંગોરીયાના થેલા ભરી લડાયકો આગનું યુદ્ધ રમ્યા
ઈંગોરીયાના થેલા ભરી લડાયકો આગનું યુદ્ધ રમ્યા

ઈંગોરીયા યુદ્ધ વિશે જાણવા જેવો રસપ્રદ ઈતિહાસ
ઈંગોરીયા શું છે ? એ પહેલાં સમજી લઈએ તો ઈંગોરીયાનું વૃક્ષ આશરે આઠથી દસ ફૂટનું હોય છે. તેના ચીકુ જેવા ફળને ઈંગોરીયુ કહેવામાં આવે છે. દિવાળી પહેલા એકાદ માસ પૂર્વે યુવાનો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાંથી ઈંગોરીયા શોધી વૃક્ષ પરથી તોડી તેને સુકવી દે છે. ત્યારબાદ ઉપરથી છાલને છરી વડે કાઢી તેમાં કાણું પાડી અંદર દારૂ-ગંધક-સુરોખાર અને કોલસાની ભૂકી મિશ્રણ કરી ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે. ત્યારબાદ નદીના માટીના પથ્થરના ભુક્કાથી એ કાણું બંધ કરી દેવાય છે. અને તેને સૂકવામાં આવે છે. અને ત્યારબાદ ઈંગોરીયું તૈયાર થઈ જાય. જેને દીવાળીની રાત્રિએ આવા હજારો તૈયાર થયેલા ઈંગોરીયાના થેલા ભરી લડાયકો આગનું યુદ્ધ રમવા તૈયાર થઈ જાય છે.

રોમાંચિત લડાઈમાં આનંદ, કીકીયારી અને નાસભાગના દ્રશ્યો સર્જાયા
આ ઈંગોરીયાને સળગાવવા માટે કાથીની વાટ કે જામગરી વડે સળગાવી સામ સામા સળગતા ઈંગોરીયા ફેંકવામાં આવ્યા હતા. સાવર અને કુંડલા એમ બે જૂથ વચ્ચે વહેચાયેલા લડવૈયા એકબીજા સામે સળગતા ઈંગોરીયા નાખીને ટોળીઓને દૂર દૂર સુધી ખસેડી દીધા હતા. હાલમાં જેમ દાડમના ફુવારા નીકળે છે તેવા આગના ફુવારા સાથે ગોળીની જેમ દૂર સુધી રોકેટની જેમ ઈંગોરીયા જાય છે. આ રોમાંચિત લડાઈમાં આનંદ, કીકીયારી, નાસભાગ અને ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. ક્યારેક કોઈના કપડાં પણ દાજી જાય છે. જો કે મોટું નુકસાન કે માથાકૂટ થઈ નહોતી. કારણ કે આ નિર્દોષ રમત હોય છે.

(જયદેવ વરૂ, અમરેલી)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો