તાલીમ:અમરેલીમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા તાલીમાર્થીઓને ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવાની મોબાઈલ એપ્લિકેશન અંગે સમજ અપાઇ

અમરેલી5 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્ય સરકારની ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સેવાનો લાભ સામાન્ય નાગરિકોને મળી રહે તે હેતુથી સરળ સમજ પૂરી પાડવાના હેતુથી ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમરેલી ખાતે એક સેમિનારનું આયોજન કરવામા આવ્યું હતુ આ કાર્યક્રમમાં આઈ.ટી.આઈમાં તાલીમ લેતા તાલીમાર્થીઓને ગુજરાતની 108 સેવા મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આ એપ્લિકેશનથી થતા ફાયદાઓ અંગે માહિતી આપવામા આવી હતી. કોઇપણ અકસ્માત કે અન્ય મેડિકલ ઇમરજન્સીના સંજોગોમાં સામાન્ય નાગરિકોની મદદ થઇ શકે તે હેતુથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા 108ની ટીમને તાત્કાલિક જાણ કરવાની પધ્ધતિ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આઈ.ટી.આઈના ફોરમેન સુઈઓ અને તાલીમાર્થીઓને મેડિકલ ઇમરજન્સી વખતે 108નો ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા, તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા-અમરેલીના આચાર્ય ડો.તેજલબેન ભટ્ટ દ્વારા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...