તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજુઆત:18 થી 45 વયના લોકોને અપાતી વેક્સિન સ્વદેશી કે વિદેશી?: ઠુંમર

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ કેટલા ડોઝ અપાઇ રહ્યાં છે? કેટલા પડ્યા છે તેની વિગતો માંગી
  • રાજ્યના મુખ્યમંત્રીને લેખીત પત્ર પાઠવી માહિતી માંગી

લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી રાજ્યમાં 18 વર્ષથી 45 વયના લોકોને આપવામાં આવતી વેકસીનેશન મુદ્દે વિવિધ માહિતી માંગવામાં આવેલ છે.ધારાસભ્યએ મુખ્યમંત્રીને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે હાલ કોરોના મહામારીમાં વેકસીનેશન એ જ એક દવા પુરવાર થઇ રહી છે. ત્યારે રાજ્ય વેકસીન મુદ્દે કેવી રીતે કામ કરી રહ્યું છે? અને શું જે વેકસીન છે તે સ્વદેશી છે કે વિદેશી તેમજ સ્વદેશી વેકસીનને જીએસટીમાંથી શા માટે મુક્ત નથી કરવામાં આવી ? શુ તેના માટે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સામે અવાજ ઉઠાવશે ? તેમજ હાલ વેકસીનના કાર્યક્રમ ચાલી રહ્યો છે.

ત્યારે જો સ્વદેશી વેકસીન આપવામાં આવી રહી હોય તો શું કેન્દ્ર સરકાર દ્વારા ડોઝ આપવામાં આવી રહ્યા છે કે રાજ્ય સરકાર સીધા સિરમ ઇન્સ્ટિટ્યૂટ કે અન્ય કંપનીઓ પાસેથી સીધી ખરીદી કરી રહેલ છે ? તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ વેકસીનના કેટલા ડોઝ આપવામાં આવી રહ્યા છે ? અને કેટલા ડોઝ પડ્યા છે ? તેની સઘળી વિગતો આપવા વિનંતી કરવામાં આવી છે. આમ, માહિતી અપાઇ તો લોકોને જાણકારી મળી શકે.

અન્ય સમાચારો પણ છે...