અમરેલી ભાજપના નેતા PMને મળ્યા:ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા PM સાથે સૂચક મુલાકાત, હીરા સોલંકી અને કૌશિક વેકરિયા ચૂંટણી લડવા ઈચ્છુક

અમરેલી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના નેતાઓની વડાપ્રધાન સાથેની મુલાકાતથી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ

વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ-કૉંગ્રેસના નેતાઓ અત્યારથી જ ટિકિટની પ્રબળ દાવેદારી રજૂ કરવા લાગ્યા છે. ચૂંટણી પહેલા અમરેલી જિલ્લા ભાજપના નેતાઓએ દિલ્હીમાં વડાપ્રધાન સાથે મુલાકાત કરતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. નોંધનીય છે કે, રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા આગામી વિધાનસભા ચૂંટણી લડવા ઈચ્છુક હોવાનું જાણવા મળ્યું છે.

કયા કયા નેતાઓએ PM સાથે મુલાકાત કરી?
અમરેલી જિલ્લા ભાજપ પ્રતિનિધિએ અચાનક દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા, સાંસદ નારણ કાછડીયા, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડીયા, રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ મુલાકાત કરી હતી.

હીરા સોલંકીની મુલાકાતને લઈ રાજકીય અટકળો તેજ બની
​​​​​​​હીરા સોલંકી રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત કોળી સેના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યા છે. પૂર્વ મંત્રી પુરષોતમ સોલંકીના નાના ભાઈ છે. ઉપરાંત ભાજપના સિનયર નેતા છે રાજુલા બેઠક ઉપર 4 ટ્રમ સુધી ધારાસભ્ય તરીકે રહ્યા હતા. ત્યારબાદ વર્ષ 2017માં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર સામે તેમની હાર થઈ હતી. ત્યારે ફરી ભાજપ 2022માં ભાજપ તેને ટિકિટ આપશે કે નહીં તેને લઈ ભારે ઉતેજના ફેલાયેલી છે.

થોડા સમય પહેલા સોલંકી બંધુની પાટીલ સાથે મુલાકાત થઈ હતી
​​​​​​​
થોડા સમય પહેલા કોળી સમાજના દિગ્ગજ નેતા પુરષોતમ સોલંકી અને તેમના નાના ભાઈ હીરા સોલંકી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે મહત્વ પૂર્ણ બેઠક મળી હતી. ત્યારબાદ આજે સીધી પી.એમ.મોદી સાથેની મુલાકાત અનેક રાજકીય અટકળો તેજ થઈ છે. જોકે આ મુદ્દે હીરા સોલંકીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સંપર્ક થયો નહી.

કૌશિક વેકરિયા અમરેલી બેઠક ઉપર ચૂંટણી લડવા ઈચ્છુક
​​
જિલા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા અમરેલી બેઠક ઉપર ચૂંટણી લડવા ઇચ્છુક છે. છેલ્લા 1 વર્ષથી કાર્યકરોમાં ચર્ચા ચાલી રહી છે.કૌશિક વેકરિયાનું નામ પણ અમરેલી બેઠક ઉપર સતત ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...