કોરોના સંક્રમણ:કોરોનાનો વધતો વ્યાપ : અમરેલીમાં 15, બાબરામાં 8 સહિત કુલ 26 કેસ

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો કે માત્ર 4 દર્દી હોસ્પિટલમાં દાખલ
  • જિલ્લામાં અત્યારે 121 એક્ટિવ કેસ

અમરેલી જિલ્લામાં કોરોનાનો વ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે. આજે અમરેલીમાં કોરોનાના 15 અને બાબરામાં 8 કેસ નોંધાયા હતા. જિલ્લામાં વધુ 26 લોકોને કોરોના પોઝીટીવ નોંધાયો હતો. અત્યારે 121 એક્ટીવ છે. તેમાંથી માત્ર ચાર દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાકીના તમામ હોમ આઈસોલેટ રહી સારવાર મેળવી રહ્યા છે.

જિલ્લામાં કોરોનાના કેસનો રાફડો ફાટયો છે. ખાસ કરીને અમરેલી કોરોના સંક્રમણનું હબ બન્યું છે. સાથે સાથે બાબરા અને સાવરકુંડલા પર કોરોનાના એપી સેન્ટર તરફ જઈ રહ્યું છે. જિલ્લામાં આજે 2520 લોકોનો કોરોના ટેસ્ટ કરાયો હતો. જેમાં અમરેલીમાં 15, બાબરામાં 8, બગસરામાં 2, કુંકાવાવમાં 1 મળી કુલ 26 લોકો કોરોના સંક્રમિત થયા હતા. કોરોનાથી 10 દર્દી સાજા થયા હતા.

બીજી તરફ અમરેલી જિલ્લામાં કોરોનાના અત્યારે 121 એક્ટીવ કેસ છે. જેમાંથી ચાર દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાકીના 117 લોકો હોમ આઈસોલેટ રહી સારવાર લઈ રહ્યા છે. જિલ્લામાં ધીરે ધીરે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...