સુવિધામાં વધારો થયો:લીલિયા રેલવે સ્ટેશને કોચ ઇન્ડિકેટર બોર્ડ લગાવાયા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેન આવે ત્યારે મુસાફરોને કોચ શોધવામાં મુશ્કેલી પડી રહી હતી

લીલીયા રેલવે સ્ટેશન પરથી મહુવા બાંદ્રા અને મહુવા સુરત સુપરફાસ્ટ ટ્રેનો દોડી રહી છે. પરંતુ અહી કોચ ઇન્ડિકેટર બોર્ડ ન હોવાના કારણે મુસાફરોને કોચ શોધવામા મુશ્કેલી પડી રહી હતી. જે મુદે સાંસદ દ્વારા રેલ મંત્રાલયમા રજુઆત કરાતા અહી કોચ ઇન્ડિકેટર બોર્ડ મુકવામા આવ્યા છે.

લીલીયા રેલવે સ્ટેશન પરથી મહુવા બાંદ્રા અને મહુવા સુરત સુપરફાસ્ટ ટ્રેનનો બે મિનીટ સ્ટોપ અપાયેલો છે. જો કે અહી કોચ ઇન્ડિકેટર બેાર્ડ લગાવાયા ન હતા. જેના કારણે ટ્રેન આવે ત્યારે મુસાફરોને કયા કોચમા બેસવુ તે માટે આમથી તેમ હડીયાપાટી કરવી પડી રહી હતી. આ પ્રશ્ને સાંસદ કાછડીયા દ્વારા દિલ્હી ખાતે રેલવે મંત્રાલય કમિટીની બેઠકમા રજુઆત કરી હતી.

તેમના દ્વારા રેલવે મંત્રી અશ્વિની વેષ્ણવજી અને રાજયમંત્રી દર્શનાબેન જરદોશજીને રજુઆત કરાઇ હતી. જેના પગલે લીલીયા રેલવે સ્ટેશન ખાતે કોચ ઇન્ડિકેટર બેાર્ડ મુકવાની કામગીરી પુર્ણ થતા મુસાફરોએ રાહત અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...