લોકો પરેશાન:દામનગરમાં મોટા બસ સ્ટેન્ડ પાસે આરસીસી રોડની કામગીરી અધૂરી

દામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોદકામ કર્યા બાદ એજન્સી 10 દિવસથી ગાયબ થતા સ્થાનિક લોકો પરેશાન

દામનગરના મોટા બસ સ્ટેન્ડથી દશાશ્રી મહાજન વાડી સુધી પાલિકાએ 3 સપ્ટેમ્બરના રોજ સીસીરોડની કામગીરી જોરશોરથી શરૂ કરી હતી. અહી મુખ્ય બજારોમાં બે ફુટ જેટલું ખોદાણ પણ કરી નાખવામાં આવ્યું હતું. અને માટી નાખી બજાર બંધ કરી દીધી હતી. પણ પાલિકાએ જે એજન્સીને રસ્તાની કામગીરી સોંપી છે. તે અત્યારે ગાયબ થઈ છે. રસ્તા ખોદેલા પડ્યા છે. 10 દિવસ વિતવા છતાં કામગીરી શરૂ થઈ નથી.

અહી રસ્તો બંધ હોવાથી વાલ્મિકી વસાહત, 111 પ્લોટ આંબેડકરનગરના લોકોની અવર- જવર બંધ થઈ છે. અને વરસાદ પડતા પાણી ભરાય રહ્યું છે. જેના કારણે સ્થાનિક લોકોની સાથે સાથે વેપારીઓને હાડમારી વેઠવી પડે છે. પણ હવે નગરપાલિકા કે પછી એજન્સી ક્યારે અધુરા રોડની કામગીરી શરૂ કરશે તેના પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. પણ એક વાત ચોક્કસ છે કે નગરપાલિકા અને એજન્સીની ઘોર બેદરકારીના કારણે લોકોને તકલીફ વેઠવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...