સાત દિવસ બાદ યાર્ડ ધમધમતું થયું:બાબરા માર્કેટીંગ યાર્ડ શરૂ થતા 7 હજાર મણ કપાસની આવક, મણ દીઠ 1000થી 1640 સુધીનો ભાવ

અમરેલી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી

ભારે વરસાદના કારણે અમરેલી જિલ્લામા બાબરા માર્કેટીંગ યાર્ડ દ્વારા ખેડૂતોના હીતમાં મહત્વ પૂર્ણ નિર્ણય લઈ યાર્ડ બંધ કરી દેવાયું હતુ. આજે 7 દિવસ બાદ ફરી ધમધમતુ થયુ છે કપાસથી આખુ યાર્ડ ઉભરાયુ છે. મોટી માત્રામાં કપાસની આવક થઈ છે. આજે માર્કેટિંગ યાર્ડમાં 7 હજાર મણ નવા કપાસની આવક થઈ છે. પહેલી વખત ખેડૂતોને પણ સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશ ખુશાલ થયા છે, જ્યારે 1 મણ દીઠ કપાસ 1000થી લઈને 1640 સુધી કપાસના સારા ભાવ મળતા જગતનો તાત આજે ખુશીમાં જોવા મળ્યો હતો.

આવતા દિવસોમાં તહેવારોને લઈ વધુ આવક

આવતા દિવસોમાં નવરાત્રી દિવાળી જેવા તહેવારો આવી રહ્યા હોવાને કારણે આર્થિક સ્થિતિના કારણે ખેડૂતો વહેલા કપાસ આપી રહ્યા છે, ઉપરાંત સારો ભાવ હોવાને કારણે વધુ પડતા ખેડૂતો કપાસ લઈ ગામડે ગામડે થી આવી રહ્યા છે.

બાબરા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી અજયભાઈ પંડ્યાએ કહ્યું ભારે વરસાદ અને અગાહીના કારણે યાર્ડ અચોક્કસ મુદત સુધી બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો હતો. જેના કારણે આજે 7 માં દિવસે શરૂ કરતાં કપાસની આવક સારી એવી થઈ છે, ઉપરાંત ભાવો પણ ખેડૂતો માટે સારા મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...