બમ્પર આવક:અમરેલીના બાબરા માર્કેટીંગ યાર્ડમાં 20 હજાર મણ કપાસની આવક, 800 થી 1700 રૂપિયાના ભાવ બોલાયા

અમરેલી17 દિવસ પહેલા
  • ઊંચા ભાવ મળતા હોવાથી આસપાસના જિલ્લામાંથી પણ ખેડૂતો કપાસ વેચવા પહોંચ્યા

અમરેલી જિલ્લાના બાબરા માર્કેટીંગ યાર્ડમાં નવા કપાસની આવક શરૂ થતા યાર્ડ કપાસની આવકથી છલકાયું છે. બાબરા માર્કેટીંગ યાર્ડમાં આજે 20 હજાર મણ કપાસની આવક થઈ હતી. બમ્પર આવકના કારણે યાર્ડ પર કપાસ ભરેલા વાહનોની લાઈનો જોવા મળી હતી. ખેડૂતોને મણદીઠ 800થી 1700 રૂપિયાનો ભાવ મળતા ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા.

બાબરા માર્કેટીંગ યાર્ડમાં કપાસની આવકમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. આજે અહીં 20000 મણ કપાસની આવક થતા યાર્ડ કપાસથી છલકાયું હતું. યાર્ડની બહાર કપાસ ભરેલા વાહનોની કતાર જોવા મળી હતી. ખેડૂતોને અહીં કપાસના સારા ભાવ મળી રહ્યા હોય અમરેલી ઉપરાંત આસપાસના જિલ્લામાંથી પણ ખેડૂતો અહીં કપાસ વેચવા પહોંચી રહ્યા છે.

હાલ નવરાત્રીના તહેવારો ચાલી રહ્યા છે અને આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે ખેડૂતો પૈસાની જરુરિયાતના કારણે કપાસનું વેચાણ કરશે. જેથી દિવાળી સુધીમાં યાર્ડમાં કપાસની આવકમાં હજી પણ વધારો થવાની પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...