કાર્યવાહી:સિમેન્ટની થેલી મુદે મહિલાને માર મારી ઇજા પહોંચાડી, રાજુલા તાલુકાના ચારોડીયા ગામમાં બની ઘટના

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉશ્કેરાઇ જઇ ગાળો આપી બોલાચાલી કરી

રાજુલા તાલુકાના ચારોડીયામા રહેતા એક મહિલાને અહી જ રહેતા એક શખ્સે સિમેન્ટની થેલી મુદે બોલાચાલી કરી મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા રાજુલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. મહિલાને મારમાર્યાની આ ઘટના રાજુલાના ચારોડીયામા બની હતી. અહી રહેતા રાણીબેન માયાભાઇ બાબરીયા (ઉ.વ.55) નામના મહિલાએ રાજુલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે અહી રહેતા દિપક ભીખાભાઇ સાગઠીયા સિમેન્ટની થેલી લેવા ગયા હતા. જેને સિમેન્ટની થેલી લેવાની ના પાડતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા.

આ શખ્સે ગાળો આપી બોલાચાલી કરી હતી અને બાદમા ઢીકાપાટુનો મારમારી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે એએસઆઇ એન.વી.સિંધવ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...