અમરેલી નગરપાલિકા દ્વારા લોકોની સુખાકારીની દિશામા નિર્ણાયક પગલા ભર્યા છે. જેના ભાગરૂપે એકમાત્ર ગાંધીબાગનુ સંચાલન સ્વામીનારાયણ સંસ્થા બીએપીએસને સોંપી શહેરની એક નવી ઓળખ ઉભી કરી છે. ત્યારે આવતીકાલે નવનિર્મિત ગાંધીબાગનુ સંતો મહંતો અને મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામા આવશે.
અમરેલીમા ગાંધીબાગની એક નવી ઓળખ ઉભી કરવા સ્વામીનારાયણ સંસ્થાએ બીડુ ઝડપ્યું છે. ગણતરીના દિવસોમા રાત દિવસ કામ ચાલુ રાખી સંસ્થા દ્વારા ગાંધીબાગનુ નવનિર્માણ કર્યુ છે. આ નવનિર્મિત ગાંધીબાગનુ તારીખ 6/8ના રોજ સાંજે 4 કલાકે ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, પુ.જ્ઞાનેશ્વર સ્વામીના હસ્તે લોકાર્પણ કરાશે.
કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયા, ભાવેશભાઇ સોઢા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા, પાલિકા પ્રમુખ મનીષાબેન રામાણી, ઉપપ્રમુખ રમાબેન મહેતા, કારોબારી ચેરમેન સુરેશભાઇ શેખવા અને ચીફ ઓફિસર એચ.કે.પટેલ સહિત આગેવાનેા ઉપસ્થિત રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.