રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં બેઠકો કબજે કરવા માટે ભાજપ એંડિચોટીનું જોર લગાવી દિગ્ગજોને મેદાનમાં ઉતારી દીધા છે અને પ્રચાર આક્રમણ રીતે કરવામાં આવી રહ્યો છે. આજે ધારી-બગસરા વિધાનસભા બેઠક ઉપર ભાજપ કાર્યાલયનું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
ભાજપ ભવ્ય રેકોડ તોડી સરકાર બનાવશેઃ મનસુખ માંડવિયા
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કાર્યલયના ઉદ્ધાટન બાદ સભા સંબોધી હતી. જેમા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના ઉમેદવાર જે.વી.કકડીયાનો પ્રચાર કર્યો હતો. મનસુખ માંડવિયાનું ભવ્ય સ્વગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત અને સૌરાષ્ટ્રના કિસાનો ભાજપની સાથે છે. કેમ કે તેઓને પાકના પૂરતા ભાવો મળી રહે છે, જેના કારણે ભાજપ ભવ્ય રેકોડ તોડી સરકાર બનાવવા જય રહી છે. ખેડૂતોનું ખૂબ સમર્થન મળી રહ્યું છે. તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ભાજપનો જંગી બહુમતીથી જીત થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ અહીં ભાજપના ઉમેદવાર જે.વી કાકડીયાએ કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને આડે હાથ લઈ આક્ષેપો કર્યા હતા.
વર્ષ 2017માં કોંગ્રેસનો વિજય થયો હતો
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં અહીં કોંગ્રેસના જે.વી.કાકડીયા ચૂંટાઇ આવ્યાં હતા. જોકે, વર્ષ 2019માં તેઓ ભાજપમાં જોડાઇ ગયા હતા. જે બાદ અહીં પેટા ચૂંટણી થતા ફરી ભાજપ તરફથી જે.વી.કાકડીયાનો વિજય થયો હતો. હાલમાં ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયાને જીતાડવા દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.