તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:વાંકિયા ગામે છરી તલવાર જેવા હથિયારાે સાથે 4 શખ્સનાે આતંક

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ત્રણ વ્યકિત પર જીવલેણ હુમલાે કરી મારી નાખવાની ધમકી આપી

અમરેલી તાલુકાના વાંકીયા ગામે ગત રાત્રીના બાઇક પર તલવાર અને છરી જેવા હથિયારાે સાથે ધસી આવેલા ચાર શખ્સાેએ આતંક મચાવ્યાે હતાે. આ શખ્સાેએ અહી ત્રણ વ્યકિત પર જીવલેણ હુમલાે કરી ઇજા પહાેંચાડી હતી તેમજ મારી નાખવાની ધમકી આપતા આ બારામા ચારેય સામે અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે.

અહી રહેતા નયનાબેન ભરતભાઇ દાંતેવાડીયાએ અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ રાત્રીના દસેક વાગ્યે મંદિર પાસે ઘરની ડેલી બહાર બેઠા હતા. અહી તેના જેઠનાે દીકરાે મયુર, બાબુભાઇ, અનીલભાઇ, મનસુખભાઇ, દિનેશભાઇ, રમેશભાઇ, હિમતભાઇ, મુકતાબેન વિગેરે પણ બેઠા હતા. ત્યારે બે બાઇક પર મહાવીર દિલુ વાળા, મહિપત દિલુ વાળા, અભય મુકેશગીરી ગાેસાઇ, શિવકુ નામના શખ્સાે છરી અને તલવાર જેવા હથિયારાે સાથે ત્યાં ધસી આવ્યા હતા.

આ શખ્સાેએ બાઇકમાથી ઉતરી બધા ઘરમા જતા રહાે નહિતર જીવતા નહી છાેડીએ તેમ કહ્યું હતુ. બાદમા આ શખ્સાેએ મયુરને તલવાર વડે ઇજા પહેાંચાડી હતી. તેમજ હિમતભાઇ તેમજ એક યુવતીને પણ મારમારી છેડતી કરી હતી. જાે કે અહી લાેકાે એકઠા થઇ જતા આ શખ્સાે બાઇક લઇને નાસી છુટયા હતા. ઘટનાને પગલે પાેલીસ પણ અહી દાેડી આવી હતી અને આતંક મચાવનાર શખ્સાેને ઝડપી લેવા કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો