સિંહના આંટાફેરા:વડિયાના રાંદલના દડવામાં સિંહે કર્યું પશુનું મારણ, લોકોમાં ભય

વડીયા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પશુપાલક ઢાેર ચરાવી રહ્યાં હતા ત્યારે ડાલામથ્થાે સાવજ આવી ચડ્યાે

વડીયા પંથકમા પાછલા કેટલાક દિવસાેથી સિંહના અાંટાફેરા વધી રહ્યાં છે તેની વચ્ચે અાજે સવારના સમયે અેક પશુપાલક પાેતાના માલઢાેર ચરાવી રહ્યાે હતાે ત્યારે અચાનક ડાલામથ્થાે સાવજ ધસી અાવ્યાે હતાે અને અેક પશુનુ મારણ કર્યુ હતુ. ગીર જંગલમા વસતા સાવજાે હવે રેવન્યુ વિસ્તારમા પણ અાંટાફેરા મારતા જાેવા મળી રહ્યાં છે. ત્યારે વડીયાના રાંદલના દડવા ગામની સીમમા જયદીપભાઈ વિસામણભાઈ રાદડીયા પાેતાના માલઢાેર ચરાવી રહ્યાં હતા ત્યારે અચાનક શિકારની શાેધમા અેક સિંહ ચડી અાવ્યાે હતાે અને ગાયનુ મારણ કર્યુ હતુ.

અા વિસ્તારમા અેક સિંહ, અેક સિંહણ અને તેના બે બચ્ચાનાે પરિવાર વસવાટ કરી રહ્યાે છે.ગત માેડી રાત્રીના ઇશ્વરીયા ગામે પણ સિંહે દેખા દીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સાવજાેઅે અેક માસમા વડીયાના વડિયાના હેડા ડુંગર ખોડીયાર મંદિર ખાતે એક ગાયનું મારણ, મોરવાડા ગામે એક ઘોડી, ખાખરીયા ગામે એક પાડી, ખડખડ ખાતે એક વાછરડું અને અનીડા ગામે બે બળદનું મારણ કર્યું હતુ. નાજાપુર ગામે પણ એક મારણ કર્યું હતુ. આ અંગે ફોરેસ્ટ અધિકારી રાકેસીયાભાઇઅે જણાવ્યું હતું કે દડવામા સિંહે પશુનુ મારણ કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...