તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:વડિયાના તરઘરીમાં મહિલાનું ઝેરી દવાની અસરથી માેત થયું

અમરેલી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉંદર મારવાની દવા ભેળવ્યા બાદ દવાવાળા હાથથી પાણી પી જતા ઝેરી અસર થઇ

વડીયા તાલુકાના તરઘરીમા રહેતા અેક મહિલા પાેતાના મકાનમા ઉંદર મારવાની દવા ભેળવી રહ્યાં હતા. બાદમા દવાવાળા હાથથી પાણી પી જતા તેમને ઝેરી દવાની અસર થઇ હતી. જેને પગલે તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ.

મહિલાનુ ઝેરી દવાની અસરથી માેત થયાની અા ઘટના વડીયાના તરઘરીમા બની હતી. અહી રહેતા ઉષાબેન મુકેશભાઇ હિરપરા (ઉ.વ.25) નામની મહિલા પાેતાના રહેણાંકમા ઉંદર મારવાની ઝેરી દવા ભેળવી રહ્યાં હતા. જાે કે અા મહિલાઅે દવાવાળા હાથથી જ પાણી પી લેતા તેમને ઝેરી દવાની અસર થઇ હતી. જેને પગલે મહિલાને સારવાર માટે દવાખાને ખસેડવામા અાવ્યાં હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. બનાવ અંગે તેના પતિ મુકેશભાઇ હિરપરાઅે વડીયા પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ મદદનીશ પાેલીસ અધિક્ષક અભય સાેની ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...