ક્રાઇમ:વડિયા ગામે બે શખ્સ વિદેશી દારૂની 55 બોટલ સાથે ઝડપાયા

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • LCBઅે રેઇડ કરી કાર સહિત રૂ. 308350નો મુદ્દામાલ કબ્જે કર્યો

અમરેલી એલસીબીના આર. કે. કરમટા અને પી.એન.મોરીની સુચનાથી ટીમ વડીયા ટાઉન પંથકમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન વડીયાના જીઇબી રોડ પર રહેતા રાજુ ભાભલુભાઈ બોધરા અને ત્રુપેશ હરેશભાઇ કથીરીયા રહેણાંક મનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી અને કાર નંબર જી.જે. 03 એસ.કે 0333માં હેરાફેરી કરતા હોવાની બાતમી મળી હતી.

એલસીબીએ બાતમીના સ્થળ પર રેઇડ કરી રાજુ ભાભલુંભાઈ બોધરા અને ત્રુપેશ હરેશભાઇ કથીરીયાને 55 બોટલ દારૂ સાથે ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂપિયા 14850ની ભારતીય બનાવટની વિદેશી દારૂની 55 બોટલ, 2.5 લાખની કાર અને રૂપિયા 40 500ની રોકડ મળી કુલ રૂપિયા 308350નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ આ ગુનામાં સંડોવાયેલા મહિપત દેવકુભાઈ વાળાની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...