પશુપ્રેમીઓમાં રોષ:વડિયા ગામમાં ટીખળીખોરે વાછરડાનો પગ ભાંગી નાખ્યો

વડીયા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્યક્તિના કૃત્ય સામે રોષ : સેવાભાવી લોકો મદદે દોડી ગયા

વડીયામાં કૃષ્ણપરા વિસ્તારમાં આવેલ સુરગેશ્વર મંદિર પાછળ અજાણ્યા શખ્સોએ એક વાછરડાનો પગ ભાંગી નાખ્યો હતો. અહી સેવાભાવી લોકોએ વાછરડાની મદદે દોડી ગયા હતા. અાવી ટીખળીખોરી કરનાર તત્વો સામે કાર્યવાહી કરવા પશુપ્રેમીઓમાં માંગણી ઉઠી હતી.

વડીયામાં પંથકમાં કોઈ અજાણ્યા શખ્સોએ એક વાછરડા પર નિર્દયતાની હદ વતાવી હતી. અહી વાછરડાને મારમારી તેનો પગ ભાંગી નાખ્યો હતો. આ ઘટના સુરગેશ્વર મહાદેવ મંદિર પાસે બનેલી હોવાનું સામે આવ્યું હતું. વાછરડાનો પગ ભાંગી નાખતા જીવદયા પ્રેમીઓમાં ટીખળીખોરોને ઝડપી પાડવા માટે માંગણી ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...