વડીયામાં કૃષ્ણપરા વિસ્તારમા મંજુર થયેલી ભુગર્ભ ગટર સુરગપરા વિસ્તારમા સ્થળ ફેર કરી કામગીરી શરૂ કરવામા આવી છે. પરંતુ ભુગર્ભ ગટરની આ કામગીરી નબળી થતી હોવા અંગે કોંગ્રેસના મંત્રી દ્વારા ટીડીઓને રજુઆત કરવામા આવી છે.જિલ્લા કોંગ્રેસ મંત્રી દિલીપભાઇ શીંગળાએ લેખિતમા તાલુકા વિકાસ અધિકારીને કરેલી રજુઆતમા જણાવાયું હતુ કે અહી ભુગર્ભ ગટરની કામગીરી નબળી થઇ રહી છે. હલકી ગુણવતાવાળા પીવીસીના પાઇપ મુકવામા આવ્યા છે. અહીથી જેતપુર હાઇવે પસાર થાય છે જયાં રાત દિવસ ભારે વાહનો દોડતા હોય છે.
જેના કારણે પાઇપ બેસી જશે તો ખર્ચ એળે જશે.આ ભુગર્ભ ગટર પ્રથમ કૃષ્ણપરા વિસ્તારમા મંજુર થઇ હતી. અને સ્થળ ફેર થતા આ વિસ્તારના વોર્ડ નં-6ના વિરોધ પક્ષના ગ્રામ પંચાયતના સદસ્ય જુનેદભાઇ ડોડીયા દ્વારા વિરોધ કરાયો હતો અને ટીડીઓ તેમજ ડીડીઓને લેખિતમા રજુઆત કરાઇ હતી. ત્યારે ભુગર્ભ ગટરની આ કામગીરી અંગે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામા આવે તેવી માંગણી કરવામા આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.