કામગીરી:વડિયામાં ખેતીવાડી તંત્રએ નુકસાનીનો સર્વે હાથ ધર્યો

વડીયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચની સફળ રજુઆત
  • ટીમે એક જ દિવસમાં 40 ખેતરમાં ફરી

વડીયામાં ખેતીવાડીની ટીમે જુદા જુદા ખેતરોમાં વરસાદી નુકશાનીનો સર્વે હાથ ધર્યો હતો. અહીં સરપંચ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરવા મામલદારને રજુઆત કરી હતી. જેના પગલે વડીયા ખેતીવાડી તંત્ર દ્વારા એક જ દિવસમાં 40 ખેતરમાં પહોંચી નુકશાનીનો તાગ મેળવ્યો હતો. વડીયાના સરપંચ છગનભાઇ ઢોલરીયા તાત્કાલિક વડીયામાં સર્વે કરવા મામલતદારને રજુઆત કરી હતી. જેને ધ્યાને રાખી ખેતીવાડી વિભાગ દ્વારા જુદા જુદા વિસ્તારમાં નુકશાનીનો સર્વે હાથ ધર્યો હતો. વડીયામાં ગ્રામપંચાય અને ખેતીવાડી વિભાગની ટીમે એક જ દિવસમાં 40 ખેતરમાં સર્વેની કામગીરી હાથ ધરી હતી. અંતે સરપંચની રજુઆતને ધ્યાને રાખી તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...