અમરેલીમાં વિદ્યાસભામા એસ.એચ.ગજેરા સ્કુલ ખાતે બાલમંદિરથી ધોરણ 12 આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ હવે પ્રત્યક્ષ ઓડિયો વિઝયુઅલ માધ્યમથી અભ્યાસ કરી શકે તે માટે સ્માર્ટ કલાસરૂમ બનાવાશે.
સ્માર્ટ કલાસના નિર્માણ માટે ટ્રસ્ટી અશોકભાઇ ગજેરા તરફથી રૂપિયા પાંચ લાખનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયાે છે. સંસ્થાના પ્રમુખ વસંતભાઇ ગજેરાના શ્રેષ્ઠ શિક્ષણના સ્વપ્નને સાકાર કરવા માટે વધુ એક સુવિધાનો આરંભ થતા સંસ્થામા અભ્યાસ કરતા બાળકોમા ખુશી જાેવા મળી હતી. શાળામા આ શ્રેષ્ઠ સુવિધા પ્રાપ્ત થતા વિદ્યાર્થીઓને પણ અભ્યાસમા રૂચિ વધશે. સ્માર્ટ કલાસરૂમ ઇન્ટરનેટ સુવિધાથી જોડાયેલો હાેય છે. માટે બાળકોને ભણાવવાની શિક્ષકની સ્પીડ વધે છે. અને બાળકો પ્રત્યક્ષ ઓડિયો વિઝયુઅલ માધ્યમથી ભણી શકશે.
સ્માર્ટ કલાસથી બાળકોની ગ્રહણ શકિત પણ વધશે. મેટ્રોસીટીની અધ્યતન સ્કુલની જેમ અમરેલીમા પણ બાળકો શિક્ષણ મેળવતા થશે. કલાસરૂમના શુભારંભ પ્રસંગે સંસ્થાના મંત્રી ચતુરભાઇ ખુંટ, કેમ્પસ ડાયરેકટર હસમુખભાઇ પટેલ, વસંતભાઇ પેથાણી, શાળાના સુપરવાઇઝરો અને આચાર્યાે તથા સ્ટાફગણ ઉપસ્થિત રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.